અમદાવાદ : જાણો ઓનલાઇન શોપિંગમાં થતા ફ્રોડથી બચવા શું કરશો

અમદાવાદ : જાણો ઓનલાઇન શોપિંગમાં થતા ફ્રોડથી બચવા શું કરશો
પ્રતિકાત્મક તસવીર

ઓનલાઈન ખરીદીના ચક્કરમાં લોકો ઓનલાઇન ફ્રોડનો પણ શિકાર બની રહ્યા છે. ત્યારે એ જાણવું પણ જરૂરી બની રહે છે કે આવા ઓનલાઇન ફ્રોડથી બચવા શું કરવું જોઈએ

  • Share this:
અમદાવાદ : કોરોના બાદ ઘરે બેઠા ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો ખાણી પીણીથી મોજશોખની વસ્તુઓ ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવતા થયા છે. તેવામાં ઓનલાઈન ખરીદીના ચક્કરમાં લોકો ઓનલાઇન ફ્રોડનો પણ શિકાર બની રહ્યા છે. ત્યારે એ જાણવું પણ જરૂરી બની રહે છે કે આવા ઓનલાઇન ફ્રોડથી બચવા શું કરવું જોઈએ.

કોરોના બાદ જાહેર થયેલા લોકડાઉનના કારણે મોબાઈલ પર આંગળીના ટેરવે ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. ઘણા લોકો ઓનલાઇન ખરીદીના જાણકાર નહીં હોવા છતાં ઓનલાઈન શોપિંગ કરે છે. જેનો લાભ ઓનલાઇન ગઠિયાઓ ઉઠાવે છે. ઓનલાઇન છેતરપિંડીથી બચવા સાયબર નિષ્ણાતો જણાવે છે કે જો તમે નિયમિત ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતાં હોવ તો મિત્રો કે પરિવાર જનોની સહાય લો. ઓનલાઇન શોપિંગ હંમેશા કાયદેસરની વેબસાઇટ મારફતે કરો. ઓનલાઇન શોપિંગ કરતા પહેલા આપણું કમ્પ્યુટર કે મોબાઈલ એન્ટી વાયરસથી અપડેટ છે કે નહીં તે ચકાસવું જોઈએ. જે પ્રોડક્ટ ખરીદો છો તેની કિંમત વિવિધ વેબસાઈટ પર ચકાસી લો. જેનાથી નકલી પ્રોડક્ટ, ફેક વેબસાઈટ કે ફેક મોબાઈલ એપનો ખ્યાલ આવશે.આ પણ વાંચો - વડોદરામાં પતંગ ચગાવતાં ચોથા માળેથી પડી જતાં 14 વર્ષના બાળકનું મોત

ટ્રાન્જેક્શન પૂર્ણ થયા બાદ ટ્રાન્જેક્શનની વિગતો, પ્રોડક્ટની વિગતો, કિંમત, રિસીપ્ટ, ટર્મસ એન્ડ કન્ડિશનની પ્રિન્ટ આઉટ કે સ્ક્રીન શોટ લઈ લો. પ્લીઝ કન્ફોર્મ ઓફ યોર પૅમેન્ટ, પર્ચેઝ એન્ડ એકાઉન્ડ ડિટેઇલ ફોર ધ પ્રોડક્ટ. આ પ્રકારના મેઈલ કે વિગતો કાયદેસરની વેબસાઈટ કે મોબાઈલ એપ દ્વારા મળતા નથી. જેથી આવા મેસેજ કે મેઇલથી સાવધ રહો.

ઓનલાઈન શોપિંગ પૂર્ણ થયા બાદ બધા વેબ બ્રાઉઝર કુકીઝને ક્લિયર કરવી અને ત્યારબાદ મોબાઈલ એપ કે કમ્પ્યુટર બંધ કરવું. આ સાયબર નિષ્ણાતોની કેટલીક એવી ટિપ્સ જે તમને ઓનલાઇન શોપિંગ કરવામાં સરળતા તો પુરી પાડશે જ સાથે મોટા ફ્રોડથી પણ બચાવશે.
Published by:Ashish Goyal
First published:January 05, 2021, 15:34 pm