પોલીસ ના લખે FIR અને પોતાની મનમાની કરે તો શું કરવું?

News18 Gujarati
Updated: October 2, 2018, 6:55 PM IST
પોલીસ ના લખે FIR અને પોતાની મનમાની કરે તો શું કરવું?
પ્રતિકાત્મક તસવીર

PILને ફાઈલ કરવાની ફી માત્ર 50 રૂપિયા હોય છે.

  • Share this:
આવા કેટલાએ મામલા તમે તમારી આસ-પાસ કે ટીવી-સમાચારપત્રમાં સાંભળ્યા હશે. જેમાં પોલીસે FIR નોંધવાની ના પાડી દીધી હોય, અથવા પોતાની રીતે તેમાં ફેરફાર કરી દીધો હોય. સામાન્ય માણસ આવા સમયે ઘણો પરેશાન થાય છે. તેને સમજ નથી પડતી કે આવી પરિસ્થિતિમાં શું કરવું? પરંતુ આવા મામલામાં હવે પરેશાન થવાની બિલકુલ જરૂરત નથી, કારણ કે, આને લઈ સુપ્રિમકોર્ટની કડક ગાઈડલાઈન છે, જેની જાણકારી અમે તમને આપવા જઈ રહ્યા છીએ. જો તો પણ કોઈ સુનાવણી નથી થતી તો એક ચેનલ છે, જેના દ્વારા તમારી ફરિયાદને મોટી ઓતોરિટી પાસે સીધી મોકલી શકો છો.

હાઈકોર્ટના વકીલ રજનીશ દુબે FIR નોંધવાના સંબંધિત કાયદા વિશે જણાવે છે કે, સુપ્રિમ કોર્ટની સંવિધાનિક બેન્ચે લલિતા કુમારી વર્સિસ ગવર્મેન્ટ ઓફ યૂપી કેસમાં CRPCના સેક્શન 154 હેઠળ FIRને લઈ કેટલીક ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ FIR દંડ યોગ્ય અપરાધ વિશે જાણકારી આપે છે તો કોઈ પણ પૂર્વ તપાસ જરૂરી નથી. એટલે કે આવી સ્થિતિમાં FIR નોંધવી અનિવાર્ય છે. જોકે, કેટલાક મામલામાં દેખવામાં આવ્યું છે કે, પોતાની સગવડતા માટે પોલીસ આમાં ફેરફાર પણ કરી દે છે. પરંતુ તમારી સાથે કઈંક આવું બને છે તો, તમે આની ફરિયાદ પોલીસના મોટા અધિકારીને કરી શકો છો.

પોલીસ પાસે ફરિયાદ માટે એક પૂરી ચેનલ છે

જો પોલીસ તમારી FIRમાં પોતાના હિસાબે ફેરફાર કરી રહી હોય તો, એવામાં તમારી પાસે એક અન્ય ચેનલ હોય છે, જેના દ્વારા તમે આગળ પગલું ભરી શકો છો. FIR નોંધવામાં ગડબડી સંબંધિત તમારી કોઈ ફરિયાદ હોય તો તમારે આ ગડબડીની ફરિયાદ માટે SSPને એક અરજી આપવી પડશે. જો SSP પાસે પણ તમારી સુનાવણી નથી થતી તો, તમારે તમારી ફરિયાદ સંબંધિત અરજી DIGને આપવી પડશે.

ન્યાયાલય પાસે પણ લઈ શકો છો મદદ
જો તો પણ તમારી ફરિયાદ પર કોઈ સુનાવણી નથી થતી તો, તમે તમારા વિસ્તારના મેજિસ્ટ્રેટને સીધી અરજી આપી શકો છો. એક મેજિસ્ટ્રેટના ક્ષેત્રાધિકારમાં 4થી 5 પોલીસ સ્ટેશન હોય છે.જો તમે પીડિત કે વાદી છો અને તો પણ કોઈ કારણવશ તમારી ફરિયાદની સુનાવણી નથી થઈ રહી તો તમે ડિસ્ટ્રીક્ટ જજ એટલે કે જીલ્લા ન્યાયાધિશને અરજી આપી આખા મામલાની જાણકારી આપી શકો છો. તો પણ સુનાવણી ના થાય તો, તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો છો.

આટલે જ થાકવાની જરૂર નથી, જો અહીં પણ સુનાવણી ના થાય તો, સીધો પીડિત અથવા ફરિયાદી PIL દાખલ કરી શકે છે. PIL સીધી હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં ફાઈલ કરવામાં આવે છે. એક PILને ફાઈલ કરવાની ફી માત્ર 50 રૂપિયા હોય છે.
First published: October 2, 2018
વધુ વાંચો
अगली ख़बर