ઉનાળાને પહોંચી વળવા શું છે સરકારનું પ્લાનિંગ, નર્મદાનું પાણી પીવાલાયક છે?

News18 Gujarati
Updated: February 5, 2019, 8:24 AM IST
ઉનાળાને પહોંચી વળવા શું છે સરકારનું પ્લાનિંગ, નર્મદાનું પાણી પીવાલાયક છે?
નર્મદા ડેમનો ફાઇલ ફોટો

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

આ વખતે મેઘરાજા રીસાયા છે, ચોમાસામાં ઓછા વરસાદને કરાણે શિયાળાથી જ પાણીતંગી અને દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. જો કે રાજ્ય સરકારનો દાવો છે કે રાજ્યમાં પીવાનું પૂરતુ પાણી મળી રહેશે. રાજ્યના પાણીપૂરવઠાના અગ્ર સચિવ જે પી ગુપ્તાએ સરકારના પાણી તંગીને પહોંચી વળવા માટેનો એક્શન પ્લાન જણાવ્યો હતો.

પાણી પૂરવઠાના અગ્ર સચિવ જે પી ગુપ્તાએ જણાવ્યું કે પાણી તંગીને પહોંચી વળવા માટે સરકાર કટીબદ્ધ છે, ખાસ કરીને લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત નર્મદા આધારિક 12 હજાર ગામો છે, જેમાં જે જગ્યાએ દૂષિત પામી છે ત્યાં સેમ્પલ લઇ પાણી સુદ્ધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પાણી ટ્રીટ કર્યા પછી અશુદ્ધિ નથી જણાઇ રહી. આ સિવાય સ્થાનિક સોર્સ અને નર્મદા ગ્રીડ દ્વારા પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરતનો એક પરીવાર ભૂતના સકંજામાં હોવાનો દાવો, જાતે જ ફાડી નાખે છે કપડાં અને પૈસા

ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લા માટે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવશે. તો આજી 1 સહિત અન્ય ડેમો ભરવામાં આવશે. તો પોરબંદરનું પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી દેવાશે જેથી પીવાનું પાણી ઉપલબ્ધ કરી શકાશે.

ટૂંક સમયમાં શરૂ થશે ખારા પાણીને મીઠું કરતાં પ્લાન્ટ્સવધુમાં ગુપ્તાએ જણાવ્યું કે કચ્છના અંજાર, પાટણ સાંતલપુરમા પીવાના પાણી માટે કામો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ખારા પાણીને મીઠા કરવાના પ્લાન્ટનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે, આ માટે 7 અલગ અલગ જગ્યાના પ્લાન્ટના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે.

આ સિવાય અમદાવાદના ડ્રેનેજનું પાણી રિસાયકલ થશે, આ રિસાયકલ કરેલું પાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં આપવામાં આવશે. અમદાવાદથી સુએઝનું પાણી પણ ઉદ્યોગો, માન્ડલ બેચરાજી અને ધોલેરામાં આપવામાં આવશે.
First published: February 4, 2019
વધુ વાંચો
अगली ख़बर