અમદાવાદમાં ઠેર ઠેર લાગેલા કાઉન્સિલરના બજેટ માટેના બોર્ડ આચાર સંહિતાનો ભંગ કહેવાશે? જાણો

અમદાવાદમાં ઠેર ઠેર લાગેલા કાઉન્સિલરના બજેટ માટેના બોર્ડ આચાર સંહિતાનો ભંગ કહેવાશે? જાણો
અમદાવાદમાં ઠેર ઠેર લાગેલા કાઉન્સિલરના બજેટ માટેના બોર્ડ આચાર સંહિતાનો ભંગ કહેવાશે? જાણો

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં ચૂંટણીનો માહોલ જોર શોરથી ચાલી રહ્યો છે. મતદારોને રિઝવવા માટે અમદાવાદમાં રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ આ વચ્ચે ઉડીને આંખે વળગે એવા કાઉન્સિલરના કામકાજ અને તેમના બજેટના ઉપયોગ અંગેના બોર્ડ મતદારોને આકર્ષી રહ્યા છે. શું આ બોર્ડ આચાર સંહિતાનો ભંગ કહી શકાય કે નહીં જાણીએ.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાશે પરંતુ એ પહેલા અમદાવાદના દરેક રસ્તાઓ પર જો તમે પસાર થશો તો નવાનક્કોર તમને એવા બોર્ડ જોવા મળશે જેમાં કાઉન્સિલરના નામ અને કામની માહિતી જોવા મળશે. અમદાવાદના જાણીતા એડવોકેટ રોહિત પટેલે આ અંગે સવાલ ઉઠાવ્યો છે કે શું આવા બોર્ડ યોગ્ય છે? કાયદાની દ્રષ્ટિએ આવા બોર્ડ લગાવી શકાય? તે અંગે તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત પણ કરી અને કાયદાની રૂએ શું કરી શકાય તે અંગે સમજાવ્યું અને જણાવ્યું કે અગાઉ વખતોવખત આવી ફરિયાદો થઈ છે અને મ્યુનિસિપલ કમિશનરના આદેશ થી આવા બોર્ડ હટી પણ ગયા છે પરંતુ તે પહેલા કરવામાં આવતા આવવા ખર્ચને હું વખોડી નાખું છું.આ પણ વાંચો - અમદાવાદ : વ્યાજખોરોની ધમકી- પૈસા તો આપવો જ પડશે નહીં તો તારી છોકરીને મારા ઘરે મૂકી જા

ન્યૂઝ 18 ગુજરાતીએ આવા બોર્ડની હકીકત જાણવા માટે અમદાવાદ વિસ્તારમાં પણ તપાસ કરી ત્યારે ગુલબાઈ ટેકરાથી લઈને પાલડી સુધી નેહેરુનગરથી લઈને અંજલી ચાર રસ્તા સુધી શિવરંજનીથી લઈને નવાવાડજ સુધી કે પછી નવાવાડજથી લઈને ગાંધી આશ્રમ સુધી દરેક વિસ્તારની અંદર કાઉન્સિલરોએ શું કામ કર્યું તેવા બોર્ડ સોસાયટી બહાર મારેલા હતા. આ વાતને લઈને સવાલ તો ચોક્કસ થયો પરંતુ શું આચાર સંહિતાનો ભંગ કહી શકાય કે નહીં તે અંગે જાણવા અમે રાજ્યના ચૂંટણી આયોગ અધિકારી અને નાયબ કલેક્ટર હર્ષદ વોરાને મળ્યા હતા. જેમને આચાર સહિતાના નિયમોમાં આ ઉલ્લેખ છે કે નહીં તે અંગે જણાવ્યું કે આવો કોઈ નિયમ આચારસંહિતાને ભંગ કરતો નથી. બજેટમાંથી કરેલા કામોની વિગત કોઈ પણ પક્ષ લગાવી શકે છે અને તે ચૂંટણી પહેલા લગાવેલા હોય છે.

એક રિપોર્ટ મુજબ અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દર વર્ષે ચૂંટણી યોજાય તેની પહેલાં આવા પ્રકારના બોર્ડ ખાસ બનાવવામાં આવતા હોય છે અને આવા નવાનક્કોર બોર્ડ ચૂંટણી પહેલા વિસ્તારમાં મૂકવામાં આવતા હોય છે. જોકે તે આચાર સંહિતાના નિયમોમાં સામેલ નથી કરવામાં આવ્યું. આ વચ્ચે એટલું ચોક્કસ કહી શકાય કે આવા બોર્ડ મતદારોને વિચારવા મજબૂર કરે છે કે તેમના વિસ્તારમાં કોણે અને કયા પક્ષે કામ કર્યું છે કોને હવે ચૂંટીને લાવવા.
Published by:Ashish Goyal
First published:February 20, 2021, 18:56 pm

ટૉપ ન્યૂઝ