રેલ્વે બજેટમાં લોકોની કેવી છે આશા-અપેક્ષા

News18 Gujarati
Updated: January 29, 2018, 7:30 PM IST
રેલ્વે બજેટમાં લોકોની કેવી છે આશા-અપેક્ષા
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર એ-વનની સુવિધા આપવા પ્રવાસી માંગ કરી રહ્યા છે...

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર એ-વનની સુવિધા આપવા પ્રવાસી માંગ કરી રહ્યા છે...

  • Share this:
પહેલી ફેબ્રુઆરીના સામાન્ય બજેટ રજુ થવાનુ છે. જેને લઈ લોકો પણ આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે. જો કે રેલવે બજેટ પણ સયુક્ત બજેટ સાથે જ રજુ થવાનુ છે. ત્યારે પ્રવાસીઓની શુ છે આશા અપેક્ષા, જોઈએ એક અહેવાલમાં

રેલવે સ્ટેશન અને ટ્રેનમાં સુરક્ષા વધારવા માંગ. એ-વન ગ્રેડના સ્ટેશન પર પણ સુરક્ષાનો અભાવ, અમદાવાદ રેલવે સ્ટેશન પર સ્કેનર મશીન નથી, કાલુપુર રેલવે સ્ટેશન પર મેટલ ડિટેક્ટર પણ નથી. સ્કેનર મશીન અને મેટલ ડિટેક્ટર મુકવા માંગ, ટ્રેનની ફિકવન્સી વધારવા માંગ, વૈકલ્પિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ, ટ્રેનમાં 26 કોચ કરવામાં આવે તેવી માંગ, સૈથી મહત્વની માંગ છે ટીકિટના ભાવ ઘટાડવા.

સામાન્ય બજેટ અને રેલવે બજેટ સયુક્ત રજુ થવાનુ છે, અને ગત વર્ષે પણ સયુક્ત રજુ થયુ હતુ. જો કે ગત વર્ષ બજેટમાં ફાળવણી કરવામાં આવી હતી. તેની એક વર્ષ દિવસ પછી પણ અમલી કરણ થયુ નથી. લાખોની સંખ્યમાં રોજ બરોજ પ્રવાસીઓ રેલવેમાં પ્રવાસ કરે છે. પરંતુ રેલવે સ્ટેશન અને ટ્રેનમાં સુરક્ષાનો ભાવ જોવા મળ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન સૌથી મોટુ રેલવે સ્ટેશન છે. પરંતુ રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ખાસ કરીને સુરક્ષાનો અમદાવાદ રેલવે સ્ટેશન પર મેટર ડિટેક્ટર અને સ્કેનર મશીન નથી. ત્યારે એ-વન રેલવે સ્ટેશનની કેટેકરીમાં આવતા સ્ટેશન પર એ-વનની સુવિધા આપવા પ્રવાસી માંગ કરી રહ્યા છે.

ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે મહિલાઓ સરકાર પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છે કે, સુરક્ષા માટેના હેલ્પલાઈન નંબર તમામ કોચમાં ડિસપ્લે કરવામાં આવે. તેમજ મહિલા કોચમાં મહિલા સુરક્ષાકર્મી રાખવામાં આવે.

પ્રવાસીઓ પ્રવાસ આરામદાયક અને સુરક્ષીત કરી શકે તે માટે પહેલેથી જ રિઝર્વેશન કરાવે છે. તેમ છતા પ્રવાસીઓની સીટ પર બેસવાની જગ્યા ન રહે તેટલી ભીડ થઈ જાય છે, અને પ્રવાસીઓનો સામાન પણ સુરક્ષીત રહેતો નથી. ત્યારે રેલવેમાં સુરક્ષા અને સ્વચ્છતા ખુબ જ મહત્વનો મુદ્દે ત્યારે બજેટમાં ધ્યાન આપે તેવી માંગ કરી રહ્યા છે.

રેલવેમંત્રાલય દ્વારા સીધા ભાડા વધારવામાં આવતા નથી. પરંતુ આડકતરી રીતે ભાડા વધારી દે છે, પરંતુ ભાડાની સામે સુવિધા મળતી ન હોવાનો પ્રવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે પ્રવાસીઓ માંગ છે ભાડાની સામે સુવિધા આપવામાં આવે, અને જો કે ગત બજેટમાં ગુજરાતને ખાસ મળ્યુ ન હતુ. ત્યારે પહેલી ફેબ્રુઆરી રજુ થનારા બજેટમાં શુ મળશે, તે જોવુ રહેશે.સ્ટોરી - વિભુ પટેલ
First published: January 29, 2018, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading