Home /News /madhya-gujarat /

શું છે સમલૈંગિક સંબંધો? સજાતિય સેક્સ સલામત છે ? જાણો ડોક્ટર શું કહે છે ?

શું છે સમલૈંગિક સંબંધો? સજાતિય સેક્સ સલામત છે ? જાણો ડોક્ટર શું કહે છે ?

સમલૈંગિતા

    સુપ્રિમ કોર્ટે સમલૈંગિક સંબધોને ગેરકાયદે ગણતી કલમ 377ને રદ કરી દીધી છે. આ એક ઐતિહાસિક ચુકાદો છે. સમલૈંગિક સંબધોને સુપ્રિમ કોર્ટે માન્યતા આપી છે. અલબત્ત, સમલૈંગિકોને કાયદાકીય અધિકારો તો મળ્યા પણ તેમની સામાજિક સ્વીકૃતિએ હજુય જોજનો દૂર છે. સમલૈગિંક સંબધો, સેક્સ અને તેને લગતા મેડિકલ પ્રશ્નો વિશે અમદાવાદના જાણિતા સેક્સોલોજીસ્ટ ડો. પારસ શાહ સાથે વાતચીત કરી. ડો. પારસ શાહ સાથે થયેલી વાતચીતનાં અંશો અહીં પ્રસ્તુત છે.



    પ્રશ્ન: સમલૈંગિતા એ શું છે એ વિશે માહિતી આપો

    ડો. પારસ શાહ: સમલૈંગિત સંબંધો વિષે માનવામાં આવે છે કે, તે વેસ્ટર્ન સંસ્કૃતિથી પ્રેરિત છે. પણ હકીકત તો એવી છે કે, સજાતિય સંબધો આપણે ત્યાં પણ અસ્તિત્વમાં છે.  દુનિયાને જેણે  ‘કામસુત્ર’ આપ્યું તેવા વાત્સાયને સમલૈંગિક્તા વિશે એક આખું પ્રકરણ લખ્યું છે. બે પુરુષો વચ્ચે સજાતિય સંબધ હોય તેને હોમોસેક્યુઅલ કહેવામાં આવે છે જ્યારે બે મહિલાઓ વચ્ચે સજાતિય સંબધ હોય તેને લેસબિયન સંબંધ કહેવાય છે. આપણા સમાજમાં મોટા ભાગના લોકો હેટ્રોસેક્યુઅલ હોય છે. એટલે કે તે લોકો વિજાતીય જાતિ માટે શારિરીક આકર્ષણ ધરાવે છે. પણ, સમાજમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે સજાતીય લોકો માટે શારિરીક આકર્ષણ ધરાવે છે. અલબત્ત, અમુક લોકો એવા પણ હોય છે, કે જે લોકો સજાતીય અને વિજાતીય બંન્ને માટે આકર્ષણ ધરાવે છે. જેને બાયસેક્યુઅલ કહેવાય છે.

    પ્રશ્ન: સમલૈંગિતા કુદરતી છે અકુદરતી?

    ડો. પારસ શાહ: સજાતીય સંબંધ એ કોઇ બિમારી નથી. સજાતિય સંબધો એ માત્ર પસંદગીનો સવાલ છે. મોટા ભાગના લોકોને હેટ્રોસેક્યુઅલ સંબંધ હોય છે પણ અમુક લોકોને સજાતીય સંબંધ હોય છે. આ એકદમ નોર્મલ બાબત છે. સમલૈંગિક સબંધો એ કોઇ બિમારી નથી. એ કોઇ વારસાગત નથી.

    પ્રશ્ન: સમલૈંગિક સેક્સ સંબધથી એઇડ્સ ફેલાય છે?

    ડો. પારસ શાહ: જેમ વિજાતીય સેક્સ સંબધથી એઇડ્સ ફેલાય તેવી જ રીતે, સજાતિય સંબધોથી પણ એઇડ્સનો ચેપ લાગી શકે છે. આથી, સજાતિય શારીરિક સંબધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો હિતાવહ છે.

    પ્રશ્ન: સજાતિય સેક્સ સંબધ બાંધતી વખતે કેવી સાવચેતી રાખવી જોઇએ ?

    ડો. પારસ શાહ: સજાતીય સંબંધોમાં ગુદ્દા મૈથુન (એનલ સેક્સ) વધુ પ્રચલિત છે.  એનલ સેક્સ કરતી વખતે સૌથી મોટી મુશ્કેલી લ્યુબ્રિકન્ટની છે. યોનીની જેમ એનલ સેક્સમાં લ્યુબ્રિકન્ટ હોતુ નથી. આથી, એનલ સેક્સ દરમિયાન શિશ્નની ચામડી તૂટી જવાનો સંભવ રહે છે. રક્તસ્ત્રાવના કારણે એઇડ્સ થવાની સંભાવના વધી થાય છે. આ સિવાય, ઓરલ સેક્સ વખતે, જો પાટર્નરને મોઢામાં અલ્સર હોય, તો તે દ્વારા સંક્રમણ થવાની સંભાવના વધુ હોય છે. માટે તમારા પાર્ટનરના સ્વાસ્થ્ય માટે સભાન રહો. બંને પાર્ટનર એઇડ્સ બાબતે નિયમિત ચેકઅપ કરાવતા રહે એ જરૂરી છે. સંભોગ વખતે કોન્ડમ પહેરવાનો જોઇએ.. હું પોતે ગુદ્દા મેથુન કે ઓરલ સેક્સની તરફેણ પણ નથી કરતો.

    પ્રશ્ન: શું સજાતિય લોકો વિજાતિય થઇ શકે ?

    ડો. પારસ શાહ: સજાતિય લોકો વીજાતિય પણ થઇ શકે છે. આ શક્ય છે. પણ આ માટે જે-તે વ્યક્તિનું મનોબળ મક્કમ હોવુ જોઇએ અને અંદરથી પૂર્ણપણે ઇચ્છા હોવી જરૂરી છે. કારણ કે શારિરીક આકર્ષણ પસંદગીનો સવાલ છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Definition, Homosexuality, LGBT, Medical science, ગુજરાતી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन