અમદાવાદઃ ભારત દેશ ડિજિટલ બની (Digital) રહ્યો છે. અને દેશ દુનિયાની જાણકારી પણ સ્માર્ટ મોબાઈલના (smartphone) કારણે મળી રહે છે. પરંતુ સવાલ એ છે કે તાપમાન (Temperature) અંગે અલગ અલગ એપ દ્વારા જાહેર કરતા ડેટા અને મૌસમ વિભાગના ડેટામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. અને આપણા મોબાઈલમા તાપમાન 43થી 44 ડિગ્રી જોવા મળે છે. અને બીજી તરફ મૌસમ વિભાગ દ્વારા આપતા ડેટામાં 41થી 42 ડિગ્રી તાપમાન જોવા મળે. તો તાપમાનમાં શા માટે જોવા મળે છે તફાવત.
દેશમાં ભારતીય મૌસમ વિભાગ (Indian Meteorological Department) દ્વારા તાપમાનના ડેટા અથવા તો આગાહી છે તે કરવામાં આવે છે. તો બીજી તરફ તમામ લોકો પાસે સ્માર્ટ મોબાઈલ પણ છે. અને તેમાં પણ અલગ અલગ એપ દ્વારા ફોરકાસ્ટ આપવામાં આવે છે. પરંતુ બંનેમાં તફાવત જોવા મળે છે.જો કે હવામાનશાસ્ત્રીઓ પુથ્વીને એક થ્રીડી ગ્રીડમાં વિભાજીત કરી નાખે છે. એ ગ્રીડના દરેક ચોકઠામાં વાતાવરણના પવન ગરમી, સુર્યના વિકિરણો, ભેજ સપાટી પરની પાણીની ગતિ.વગેરે પરથી તાગ મળેવવામાં આવ છે.
અને હવામાનમાં કેવા પરિર્વતન થશે તેનો ક્યાસ કાઢવામાં આવે છે. તેમજ અલગ અલગ વેધર સ્ટેશન, સેટેલઈટ, રડારથી પણ તાપમાન લેવામાં આવે છે. જ્યારે અલગ અલગ એપ દ્વારા પણ પોતાના સોર્સ દ્વારા ટેડા લેવામાં આવે છે. અને ભારત દેશમાં સેન્ટ્રલાયઝ એક સોર્સ હોય તેવુ નથી.જેના કારણે બંનેના ડેટામાં તફાવત જોવા મળે છે.
સ્માર્ટ મોબાઈલમાં જોવા મળતુ 43 ડિગ્રી તાપમાન તમારી આસપાસનુ તાપમાન નથી હોતુ. પરંતુ એક સિટીમાં જે પણ જગ્યા પરથી તાપમાન નોંધવામાં આવ્યુ છે તેના આધારે ડેટા મળતા હોય છે.મૌસમ વિભાગ અને એપના બેંને સોર્સ અલગ અલગ છે. જેના કારણે તાપમાન પણ અલગ અલગ રહે છે. મહત્વનુ એ પણ છે કે ક્યા વિસ્તારમાં વેધર સ્ટેશન છે.જો પદુષણ વિસ્તારમાં ગરમીનુ પ્રમાણ વધારે જોવા મળે છે.
જો કે મોસમ વિભાગ દ્વારા સિટીના મહત્વના સ્થળ પર વેધર સ્ટેશન રાખવામાં આવે છે.અને તે સ્ટેશન પરથી જે તાપમાન લેવામાં આવે છે તેના આધારે સમગ્ર સિટીનુ તાપમાન નક્કી થાય છે.
પરંતુ આપણે એ વાતનુ પણ ધ્યાન રાખવુ પડે છે કે વિદેશનુ હવામાન અને ભારતનુ હવામાનમાં ઘણો તફાવત છે.વિદેશમાં સચોટ માહિતી મળે છે. પરંતુ આપણો ભારત દેશ વિષૃવૃતની નજીક છીએ જેના કારણે હવામાન અંગે 100 ટકા અનુમાન કરવુ મુશ્કેલ પડે છે. ખાસ કરીને ભારત દેશમાં ઋતુ પવનની દિશા આધારીત છે. જેના કારણે સચોટ ફોરફાસ્ટ કરવુ મુશ્કેલ છે.
પહેલી સમસ્યા એ છે કે પુથ્વીના તામામ ખૂણેથી હવામાન સંબંધિત ડેટા એકઠો કરો. બીજી સમસ્યા એ છે કે વિપુલ પ્રમાણમાં ડેટા એકઠો થાય છે. અને વિવિધ મોડેલ્સ અને કમ્પ્યુટર અલ્ગોરિધમ્સને આધારે આ ડેટા એકમેક સાથે સરખાવોવો એ મોટી કસરત બની રહે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર