બજેટ 2020 : અમદાવાદના સોનીઓને કેન્દ્ર સરકાર પાસેથી શું અપેક્ષા?

બજેટ 2020 : અમદાવાદના સોનીઓને કેન્દ્ર સરકાર પાસેથી શું અપેક્ષા?
ડ્યુટીમાં ઘટાડો કરવાની સોનીઓની માંગ.

વેપારીઓના મતે નોટબંધી અને GSTની અસર મોટાપાયે થઈ હતી. ત્યારબાદ ગયા વર્ષના બજેટમાં કસ્ટમ ડ્યુટી 10થી વધારીને 12.5 ટકા કરવામાં આવી હતી. જેને કારણે બજારમાં મંદીનો માહોલ છવાઈ ગયો.

  • Share this:
અમદાવાદ : સામાન્ય વ્યક્તિની માંડીને પૈસાદાર સૌ કોઈ પર બજેટની અસર ચોક્કસથી થાય છે. બજેટના કાઉન્ટ ડાઉન વચ્ચે પાનના ગલ્લા, ઓટલા કે પછી ચાની કીટલી પર શું મોંઘું થશે? શું સસ્તું થશે? તેની ચર્ચા છે. વેપારીઓ પણ ચર્ચા કરે છે કે આ બજેટ તેમના માટે શું લાવશે? આવી ચર્ચા અમદાવાદના સોની બજારમાં પણ થઈ રહી છે. અમદાવાદના સોની બજારમાં વેપારીઓ સ્પષ્ટ કહે છે કે નોટબંધી અને GSTની અસર મોટાપાયે થઈ હતી. ત્યારબાદ ગયા વર્ષના બજેટમાં કસ્ટમ ડ્યુટી 10થી વધારીને 12.5 ટકા કરવામાં આવી હતી. જેને કારણે બજારમાં મંદીનો માહોલ છવાઈ ગયો.

જવેલર્સ એસોસિએશન અમદાવાદના વાઈસ પ્રેસિડેન્ટ જીગર સોનીનું કહેવું છે કે, 2019ના બજેટ બાદ જવેલરી બજારમાં ભારે મંદી છવાઈ ગઈ હતી. ડ્યુટી વધ્યા બાદ એકદમ ભાવ વધારો થયો છે. એક સમયે સોનું જે 27 હજાર ભાવે વેચાતું હતું તે હવે 42 હજારે પહોંચી ગયું છે. સરકાર જો આવા સંજોગામાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડે તો રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ સોનું ફરી એકવાર બની શકે છે. હાલ સોના પર 15.50 % ટેક્સ આકરો પડે છે. બજેટમાં ટેક્સનું  ભારણ ઘટવું જોઈ.


જવેલર્સ એસોસિએશન અમદાવાદ દ્રારા ગુજરાત સરકારને સૂચનો મોકલાવમાં આવ્યા છે.1) સરકાર ડ્યુટી ઘટાડીને નીતિમાં બદલાવ લાવે.
2) કોર્પોરેટની જેમ ટેક્સ સ્લેબમાં રાહત મળે.
3) ગોલ્ડ માઈનિંગ પ્રોત્સાહન અપાય તેવાં પગલાં લેવાય.
4) જે નીતિઓ ઘડવામાં આવે તે વેપારીઓ સુધી પહોંચે તેવું માધ્યમ બને.
5) સોવિનિયર ગોલ્ડ  બોન્ડ યોજનામાં વેપારીઓનો સમાવેશ કરવામાં આવે.
6) કોમોટિડી ટ્રાન્ઝેક્શન ટેક્સ રદબાતલ કરવામાં આવે.
7) હેન્ડમેઈડ જવેલરી પર GST 0 % કરવામાં આવે.
8) સરકાર દ્રારા બુલિયનની બેંકો સ્થાપવામાં આવે.
9) ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ લોન્ચ કરવામાં આવે.
10) જવેલર્સ ગોલ્ડ મેટલ એકાઉન્ટ બેંકમાં રાખવા પરમીટ આપે.
11) સ્પોટ એક્સચેન્જની સ્થાપના કરવી.
12) જૂનાં દાગીનાના વેચાણ પર કેપિટલ ગેઈન ટેક્સ રદ કરવામાં આવે.

આ તમામ સૂચનો પર જો અમલીકરણ થાય તો સોની બજારમાં તેજી જોવા મળશે, સાથે ગ્રાહકો માટે ફરી એકવાર સોનું એ જ શ્રેષ્ઠ રોકાણ બની જશે. મહત્વનું છે કે ગયા વર્ષે સોના પર સરકારે સ્ટેમ્પ ડ્યુટી વધારવાને કારણે સોનાના વેપારીઓ માટે નોટબંધી બાદ ગોલ્ડબંધી થઈ હોવાનો અહેસાસ થયો હતો.શું છે ઉદ્દેશ્ય?

સોના પર સ્ટેમ્પ ડ્યુટી વધારવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કાળા નાણાં પર લગામ મૂકવાનો છે. કાળા નાણાંને સાચવવા માટે લોકો સોનામાં રોકાણ કરે છે તેથી સરકારને ખરેખર ભારતમાં સોનાની માત્રાનો આંકડો નથી મળતો અને દેશમાં સોનાનું સ્મલિંગ પણ વધે છે. સામાપક્ષે સરકારને સોનાની માંગ વધતા વધુ સોનું આયાત કરવું પડે છે, જેથી દેશની વેપાર ખાધ પર અંકુશ લાદી શકાશે. આ પગલાંથી સરકારની ટેક્સની આવક પણ વધી છે. સોના પર ટેક્સ લાદીને વસૂલવામાં આવતા ચાર્જિસની કુલ રકમમાં પણ વધારો થયો છે.

સોનાને એસેટ ક્લાસના સ્ત્રોત તરીકે પણ વધુ મહત્વ મળી શકે છે, તેમ ઈન્ડસ્ટ્રી બોડી અને સરકારનું માનવું છે. સરકાર સૌથી વધુ સોનું મંદિર, ટ્રસ્ટ અને અન્ય સ્થળે હોય છે તે બાબત પર પણ ધ્યાન આપી રહી છે, તેથી ટ્રસ્ટ, મંદિર માટે અલગ સ્કીમ જાહેર કરવામાં આવે તો બજેટમાં કંઈક નવું જોવા મળે.
Published by:News18 Gujarati
First published:January 30, 2020, 14:03 pm

ટૉપ ન્યૂઝ