કડકડતી 500 રૂપિયાની નોટ આપીને મુખ્ય મંત્રી રૂપાણીએ સ્ટોર ઉપરથી શું ખરીદ્યું?

કડકડતી 500 રૂપિયાની નોટ આપીને મુખ્ય મંત્રી રૂપાણીએ સ્ટોર ઉપરથી શું ખરીદ્યું?
રૂપાણીની તસવીર

સ્ટોલ કીપરનું કહેવું છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા અપાયેલી 500ની નોટ તેઓ ક્યારેય વાપરશે નહિ તે તેમના માટે લકી સાબિત થશે કારણ કે સ્ટોલના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલે સૌથી પહેલી ખરીદી કરી છે.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નું રાજ્યપાલશ્રી અને મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ (CM rupani) ઉદઘાટન કર્યું હતું. ત્રિદિવસીય ફેસ્ટિવલમાં 170 ઉપરાંત સ્ટોલ દ્વારા ફ્રેશ અને સત્વ યુક્ત ખાદ્ય ઉત્પાદનો એક જ સ્થળેથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) દ્વારા વિવિધ સ્ટોલના ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી જેમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો.

આ દરમિયાન અમદાવાદના સ્ટોલથી મુખ્યમંત્રી દ્વારા સ્ટોબેરી સ્વાદ અંગે પૂછતા સ્ટોબેરી ચખડવામાં આવી. સ્ટોલ પર સ્ટ્રોબેરીનો સ્વાદ અન્ય જગ્યા એ મળતી સ્ટ્રોબેરી અલગ હોવાનું પણ કહ્યું અને તેમને પેક કરવાનું કહ્યું. સાથે હાથમાં 500ની નોટ આપી બિલ બનાવવા કહ્યું.. બીજી તરફ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત દ્વારા પણ 500 રૂપિયાની નોટ આપીને સ્ટોલમાં વેરાયટી વાળા ફળો પેક કરવા કહેવામાં આવ્યું. જેને લઇને સ્ટોલ ધારકો પણ ખુશખુશાલ થઈ ગયા. આ અંગે વાતચીત કરતા સ્ટોલ કીપરનું કહેવું છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા અપાયેલી 500ની નોટ તેઓ ક્યારેય વાપરશે નહિ તે તેમના માટે લકી સાબિત થશે કારણ કે સ્ટોલના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલે સૌથી પહેલી ખરીદી કરી છે.ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ નું કયાં કરવામાં આવ્યું છે આયોજન ?
ગુજરાતના 33 જિલ્લામાંથી 26 જેટલા જિલ્લાની વેરાઇટી અને ત્યાં મળતી તમામ વાનગી  ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં જોવા મળશે. જેમાં બનાસકાંઠાના પ્રખ્યાત દાડમ વલસાડનું ઘી, ભરૃચનું શુદ્ધ મધ અમદાવાદ જિલ્લાના બાજરીના પાપડ સહિત અનેક અવનવી વસ્તુઓ તમને મળી જશે જેના ભાવ પણ બજાર કરતા સસ્તા લાગશે. આ અંગે મણિનગર માં રહેતા એકતા મિસ્ત્રી ના કહેવા પ્રમાણે તેમને સોશિયલ મીડિયા ના માધ્યમ થી જાણ થતાં તેઓ આવ્યા છે.

આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

તેમને આ બધી વસ્તુઓ નો શોખ છે જેથી ખેડૂતોના નંબર લઇને તેઓ આ વસ્તુઓ પતી જાય ત્યારે સીધો સંપર્ક કરીને વસ્તુઓ પણ મંગાવશે અને પાડોશીઓ ને જાણ કરશે. તો આ અંગે વિકલાંગ હોવા છતાં વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા ગેનાભાઇ પટેલ નું કહેવું છે કે ગુજરાતમાં સૌથી પહેલા દાડમ ની ખેતી તેઓ લાવ્યા હતા.

આ પણ વાંચોઃ-હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

તેમનો માલ ઓવર સીસ એટલે કે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સુધી જાય છે પરંતુ અમદાવાદના ગ્રાહકોને પણ તેનો લાભ મળે તે માટે આજે તેઓ ખાસ અહીં આવ્યા છે. તેઓ ૪ કિલોની આસપાસ પેટી ના ૪૦૦ રૂપિયા લે છે અને ફળ મોટા હોવાને કારણે ગ્રાહકો પણ ખુશ છે.કઈ કઈ વસ્તુઓ મળશે ?
ગાંધીનગર ના શિવાપુરકંપાના બટાકાકચ્છ ના શાકભાજીબોટાદ મધ તરબૂચ અને ટુટી ફ્રુટીબનાસકાંઠા ના ઘઉં અને બાજરી  બટાકા વડોદરા ના ગોળ મધપાટણ ગાય ઉત્પાદિત ઉત્પાદનોધોળકા ગીર ગાયનું ઘીગીર સોમનાથનો મેંગો પલ્પઆણંદ લાલ કમોદની બનાવટતાપીથી રીંગણ ભડથા સુરણ રતાળુ શક્કરિયા બીટ પપૈયા કતારગામ પાપડી વલસાડનું મધ અમદાવાદ મશરૂમ ખેડા જામફળ ખીરા કાકડી આણંદ સરગવાના પાન બ્રોકોલી અરવલ્લી સૂકું ડુંગળી સૂકું લસણરાજસ્થાન મોસંબી જૂનાગઢ  ચેરી ટોમેટો.
Published by:ankit patel
First published:March 08, 2021, 00:56 am

ટૉપ ન્યૂઝ