જોજો મજા સજા ન બને! જાણો ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખશો

News18 Gujarati
Updated: October 23, 2019, 12:50 PM IST
જોજો મજા સજા ન બને! જાણો ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખશો
પ્રતિકાત્મક તસવીર

નાના બાળકોને બોમ્બ અને કોઠી જેવા વધારે અવાજ અને નુકસાન પહોંચાડતા ફટાકડાથી દૂર રાખવા.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : દિવાળી પહેલા જ ઉજવણી શરૂ થઈ ગઈ છે, નાના-મોટા સૌ કોઈ ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. નહીં તો ક્યાંક મજા સજામાં બદલાઈ શકે છે. આ માટે જ ફટાકડા ફોડતી વખતે શું ધ્યાનમાં રાખવું તે જાણી લેવું જરૂરી છે.

આમ તો દિવાળી પ્રકાશનું પર્વ છે. દિવાળી પર્વને દીપોત્સવ પણ કહેવામાં આવે છે. દિવાળીમાં લોકો દીપ પ્રગટાવીને ઉજવણી કરતા જ હોય છે છે સાથે સાથે ફટાકડા ફોડીને પણ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ દિવાળી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આ સમયગાળા દરમિયાન મોટા ભાગની આગની ઘટનાઓ ફટાકડાને કારણે બનતી હોય છે.

આ પણ વાંચો : Dhanteras 2019: પાંચ રુપિયાની આ વસ્તુ લઇ આવો ઘરે, બદલી જશે ભાગ્ય

 એડિશનલ ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે દિવાળીના તહેવારમાં આગ-અકસ્માતની ઘટનાઓમાં 30 ટકાનો વધારો થાય છે. આગ તેમજ અકસ્માતની ઘટનાઓમાં દાઝી જવાના બનાવો પણ બનતા હોય છે. આથી દિવાળીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરતા લોકોએ અમુક સાવધાની રાખવી એટલી જરુરી છે.ફટાકડા ફોડતી વખતે આટલું ધ્યાનમાં રાખશો?

  • નાના બાળકોને બોમ્બ અને કોઠી જેવા ફટાકડાથી દૂર રાખો.

  • ફટાકડા ફોડતી વખતે ફૂલ સ્લીવના કપડાં પહેરવા.

  • ફટાકડા ફોડતા પહેલા બને તો કોટનના કપડાં પહેરવા.

  • સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

  • ફટાકડા ફોડતી વખતે બૂટ અને ચંપલ પહેરવા જરુરી છે.

  • આગ લાગવાની સંભાવના હોય તેવા ફટાકડા ન ફોડવા જોઈએ.

  • નાના બાળકોને જાતે ફટાકડા ફોડવા માટે આપવા નહીં.

  • ફટાકડા ફોડતી વખતે પાણીની ડોલ ભરીને પાસે રાખવી.

  • ખાલી પડેલા માટલા, પ્લાસ્ટિકના કે લોખંડના ડબ્બાઓમાં બોમ્બ ફોડવા નહીં.


આ પણ વાંચો : ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવામાં ન કરશો આ ભૂલ, આટલા ઝાડુ અવશ્ય ખરીદવા

જોકે, તબીબી નિષ્ણાતો પણ દિવાળીમાં ફટાકડાથી દૂર રહેવાની સલાહ આપતા હોય છે. ડો. પ્રવીણ જણાવે છે કે બને ત્યાં સુધી દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી દૂર રહેવું જોઈએ. તેમનું કહેવું છે કે દિવાળીમાં ફટાકડાથી દાઝી જવાની ઘટનાઓ વધારે આવતી હોય છે."

ફટાકડા ફોડીને ઉજવણી કરવી ખોટું નથી પરંતુ ફટાકડા ફોડતી વખતે સાવધાની રાખવી ખૂબ જ જરુરી છે. ફટાકડા ફોડતી વખતે ફક્ત આપણને જ નહીં પરંતુ બીજાને પણ નુકસાન થઈ શકે છે.
First published: October 23, 2019, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading