અમદાવાદઃ સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવની શું છે વિશેષતાઓ, તમે પણ જાણી લો

અમદાવાદઃ સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવની શું છે વિશેષતાઓ, તમે પણ જાણી લો
ભુમી પુજનની તસવીર

આ સમગ્ર સુવિધાઓથી રમત-ગમત, એથ્લેટીક, ફુટબોલ, એક્વેટીક, બાસ્કેટબોલ, ટેનિસ, હોકી જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર 20થી વધુ ઓલ્મપીક રમતો માટેની સગવડો ઉભી થતા મોટેરા સ્પોર્ટ્સ કેપીટલ તરીકે ઉભરી આવશે.

  • Share this:
અમદાવાદઃ આજે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કૉવિદના (President of India Ramnath Kovid) હસ્તે જે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું (Sardar Vallabhbhai Patel Sports Enclave) ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તેની વિશેષતાઓ અનેક છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi cricket stadium) અગાઉ ક્રિકેટની રમતના વિવિધ રેકોર્ડ્સ માટે જાણીતુ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી તૈયાર થયેલ વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે વધુ જાણીતુ બન્યુ છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ પ્રાધાન્ય મળે અને પ્રોત્સાહન મળે તે માટે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ પણ કરવામાં આવશે જેનુ ભૂમિપૂજન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે.સ્પોર્ટ્સ એન્કલેવથી શહેરને રમત-ગમત માટેની જરૂરિયાતો સંતોષાવા સાથે રમત-ગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે. આ સમગ્ર સુવિધાઓથી રમત-ગમત, એથ્લેટીક, ફુટબોલ, એક્વેટીક, બાસ્કેટબોલ, ટેનિસ, હોકી જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર 20થી વધુ ઓલ્મપીક રમતો માટેની સગવડો ઉભી થતા મોટેરા સ્પોર્ટ્સ કેપીટલ તરીકે ઉભરી આવશે.

આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

અહીંની તમામ સુવિધાઓ આતરરાષ્ટ્રીય માપદંડ અને ધારાધોરણ મુજબ નિર્મિત કરવામાં આવી રહી છે જેથી રાજ્યના ઉભરતા રમતવીરોને રમત-ગમત માટે સંપૂર્ણ સહકાર મળે અને દેશમાં ઓલમ્પિક રમત માટેના ખેલાડીઓ તૈયાર કરી શકાય જે ભારતની રમત-ગમત પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવની વિશેષતાઓ નીચે મુજબ છે:-
- 50 હજાર બેઠકોનું એથ્લેટિક-ફુટબોલ સ્ટેડિયમ(400 મીટરના ટ્રેક સાથે)- 10થી 12 હજાર બેઠકો ઘરાવતુ ઇન્ડોર એરેના જ્યાંથી વિવિધ રમતોને જોઇ શકાશે- 4 લાખ ચોરસ મીટરનું ઇન્ડોર સ્પોર્ટસ સેન્ટર(વિવિધ રમતો માટે ફ્લેક્સીબલ હોલ અને મદદરૂપ જગ્યા સાથે)- 1 લાખ 20 હજાર ચોરસ મીટરનું ઇન્ડોર એક્વેટિક સેન્ટર(50x25મીટર ઇન્ડોર અને આઉટડોર પુલ સાથે )- 15 હજાર બેઠકો ધરાવતુ હોકી સ્ટેડીયમ હશે.આ ઉપરાંત 5 હજાર બેઠકો ધરાવતુ રગ્બી, ફુટબોલ વગેરે માટેના મેદાન- 5 હજાર બેઠકો ધરાવતુ સાયકલીંગ માટેનું હેલોડ્રોમ- 5 હજાર બેઠકો ધરાવતુ ટેનિસ સ્ટેડિયમ અને 12 વધારાના ટેનિસ સ્પોર્ટસ- વિવિધ રમત ધરાવતા એરેના અને મેદાન- વોટર સ્પોર્ટસ માટે બોટીંગ કેન્દ્ર- બેડમીંટન , ટેબલ ટેનીસ, બોક્સિંગ અને તલવાર બાજી વગેરે માટે ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ- 3 હજાર એપાર્ટમેન્ટ સાથેનું એથ્લેટીક વિલેજ(12500 બેડ સાથે)- 7500 કાર અને 1500 દ્વિ-ચક્રી વાહનો માટેની પાર્કીંગ સુવિધા.
Published by:ankit patel
First published:February 24, 2021, 23:25 pm

ટૉપ ન્યૂઝ