પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર કરવામાં ઉમેદવારોની સુવિધા માટે વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે.
Indian Railways: પરીક્ષા સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. જેના કારણે ઉમેદવારો કોઈ પણ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસી શકશે.
રેલવેની નોન - ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી ( NTPC ) દ્વિતીય ચરણની પરીક્ષા યોજાવવાની છે. જેને લઈ પરીક્ષાર્થી માટે રેલવે (Indian Railways) દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.પરીક્ષા (Exams)માં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (Special Train) ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે . પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર કરવામાં ઉમેદવારોની સુવિધા માટે વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર 09420/09419 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ પરિક્ષા સ્પેશિયલ ( 2 ટ્રીપ ) ટ્રેન નંબર 09420 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર , 8 મે , 2022 ના રોજ વેરાવળથી 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે . એ જ રીતે ટ્રેન નંબર 09419 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ સ્પેશિયલ સોમવાર , 9 મે , 2022 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે વેરાવળ પહોંચશે.
પરીક્ષા સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. જેના કારણે ઉમેદવારો કોઈ પણ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસી શકશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ રહેશે.
ટ્રેન નંબર 09420/09419 માટે બુકિંગ 6 મેં, 2022થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે અને સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ સિવાય તમામ કોચ સંપૂર્ણપણે આરક્ષિત રહેશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો.www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવી શકશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર