Ahmedabad News: પશ્ચિમ રેલવેનો મિશન અમાનત, જાણી લો ખોવાયેલ સામાન કઈ રીતે પરત મેળવી શકશો
Ahmedabad News: પશ્ચિમ રેલવેનો મિશન અમાનત, જાણી લો ખોવાયેલ સામાન કઈ રીતે પરત મેળવી શકશો
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad News: મુસાફરોની સુવિધા (Convenience of passengers) માટે અને ડિજિટલ ઇન્ડિયાને (Digital India) વેગ આપવા પશ્ચિમ રેલવેએ મિશન અમાનત વેબ પેજ બનાવ્યું છે.
અમદાવાદઃ ટ્રેન (Train) અથવા તો પ્લેટફોર્મ (platform) પર સામાન ખોવાય ગયો છે તો ચિંતા ન કરતા. કારણ કે પશ્ચિમ રેલવે (Western Railway) મિશન અમાનત (Mission Deposit) શરૂ કર્યું છે. મુસાફરો ઉતાવળમાં ટ્રેન અથવા તો પ્લેટફોર્મ પર સામાન ભૂલીને જતા રહે છે. સામાન આરપીએફ (RPF) મળી ગયો હોય પણ સામાન માલિક કોણ છે તેને શોધવો મુશ્કેલી બની જાય છે. પરંતુ મુસાફરોની સુવિધા માટે અને ડિજિટલ ઇન્ડિયાને (Digital India) વેગ આપવા પશ્ચિમ રેલવેએ મિશન અમાનત વેબ પેજ બનાવ્યું છે. જેના કારણે મુસાફરોને પોતાના ખોવાયેલ સામાન પરત લાવવા માટે સારી સુવિધા મળી રહેશે.
અમદાવાદ રેલવે ડિવિઝનના સિનિયર પી આર ઓ જીતેન્દ્રકુમાર જયંતે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા માટે વેબ પેજ બનાવ્યું છે.કોઈ મુસાફરો સામાન ખોવાય ગયો છે અને આરપીએફ મળશે.અને આર પીએફ પાસે હોય છે.
તો મુસાફરો જાણ નથી હોતી કે તેનો સામાન ક્યાં હશે. એટલા માટે મશિન અમાનત વેબ પેજ શરૂ કરી છે. મુસાફરો સામાન આર પી એફ ને મળ્યો હશે તો પેજ પર તાત્કાલિક વિગત મુકવામાં આવશે.અને મુસાફર પોતાનો સામાન વેબ પેજ પર શોધી શકશે
મશીન અમાનત ના પેજ પર જવા માટે શું કરવું પડશે
સામાન ખોવાય ગયો છે અને આર પીએફ મળ્યો હશે. તો તેની વિગત વેબ પેજ પર મૂકી દેવામાં આવશે. મુસાફરો મિશમ અમાનત પેજ પર પહોંચવા માટે પહેલા www.indianrailways.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાર બાદ પેસેન્જર સર્વિસ પર ક્લિક કરવાનું અને તેમાં ઓપશન આવશે. મિશન અમાનત તેના પર ક્લિક કર્યા બાદ ડિવિઝન લિસ્ટ આવશે.
જે સ્ટેશન પર સામાન ખોવાયો છે તે સ્ટેશનના ડિવિઝન પર ક્લિક કરશો એટલે તેના પર ફોટા સહિત સામાન વિગત જોવા મળશે.સામાન જમા કરનારનું નામ.તારીખ,સામાન ફોટો સહિતની વિગત હશે. જો તમારો પોતાનો સામાન છે.