Home /News /madhya-gujarat /

Gujarat weather forecast: ગુજરાતમાં જાણો ક્યાં ક્યાં અને ક્યાર સુધી ગાઢ ધુમમ્સ સાથે પડશે કમોસમી વરસાદ

Gujarat weather forecast: ગુજરાતમાં જાણો ક્યાં ક્યાં અને ક્યાર સુધી ગાઢ ધુમમ્સ સાથે પડશે કમોસમી વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, વેસ્ટન ડિસ્ટર્બના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

Gujarat weather forecast: સૌરાષ્ટ્ર કચ્છમાં ગાઢ ધૂમમ્સ રહેશે.તો ઉત્તર પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ.

અમદાવાદ: ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેની અસર ગુજરાતના વાતાવરણ (Gujarat weather) ઉપર જોવા મળી રહી છે. હવામાન વિભાગ (weather forecast) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પાટણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદ (rain in Gujarat) થશે. જેના કારણે ખેડૂતોની (farmers) ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર થઇ રહી છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી સાથે જ કમોસમી વરસાદ કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (western disturbance) અસર સાથે જ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે.

ધુમ્મસના કારણે વહેલી સવારે વિઝીબિલિટી ઘટશે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદર કચ્છમાં ગાઢ ધુમ્મસ રહેશે ધુમ્મસના કારણે વહેલી સવારે વિઝીબિલિટી ઘટી જશે. જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો - ભરશિયાળે કચ્છમાં કરા પડ્યા, રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતોની ચિંતા વધી

અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ

અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમા ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં ધૂમમ્સના કારણે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખી વાહન ચાલવું પડી રહ્યું છે.જોકે, અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 15 ડીગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

આ પણ વાંચો - Live news update: 28 ડિસેમ્બર, 2021- આજના મહત્ત્વના સમાચાર: રાજ્યમાં કોરોનાની બેવડી સદી, વડાપ્રધાન મોદી કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

અમદાવાદમાં પડ્યો હતો વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, વેસ્ટન ડિસ્ટર્બના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.ત્યારે ગત રાતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર ગુજરાતના વાતાવરણ આજ અને આવતીકાલે પણ જોવા મળશે.

અંબાલાલ પટેલે પણ કરી છે આવી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે, ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 30 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ થશે.અને ત્યાર બાદ લઘુતમ તાપમાન નીચું જશે.અને ગુજરાતમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat winter, Winter 2021, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર