અમદાવાદમાં મોરારી બાપુની કથા, LIVE ચરખાએ જમાવ્યું આકર્ષણ

News18 Gujarati
Updated: February 23, 2019, 9:39 PM IST
અમદાવાદમાં મોરારી બાપુની કથા, LIVE ચરખાએ જમાવ્યું આકર્ષણ
અમદાવાદમાં મોરારી બાપુની કથાનો પ્રારંભ

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ

અમદાવાદમાં આવેલા GMDC ગ્રાઉન્ડ ખાતે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની વિશેષ ઉજવણીના ભાગ રૂપે કથાકાર મોરારી બાપુની કથાનું સુંદર આયોજન કરાયું છે. આ કથા આગામી 9 દિવસ સુધી ચાલશે, જેના પ્રથમ દિવસે મુખ્યમંત્રીથી લઇને મેયર સુધીના લોકો હાજર રહ્યાં હતા, તો ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે કસ્તૂરબાને અપાઈ વિશેષ અંજલિ અર્પણ કરાઇ હતી, તો આ કથામાં પહેલીવાર રાખવામાં આવેલા LIVE ચરખાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

અમદાવાદના GMDC ખાતે આજથી મોરારી બાપુના કંઠે માનસ નવજીવન રામકથાની શરુઆત થઈ ચૂકી છે. જે આગામી 9 દિવસ સુધી ચાલશે. મોરારી બાપુની કથામાં પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતા, આ સિવાય અમદાવાદના પ્રથમ નાગરિક મેયર તથા અધિકારીઓ સાથે અમદાવાદના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ગુજરાતી સેલિબ્રિટી, સાધુ સંતો હાજર રહ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ કાશ્મીરના એ મંદીરો, જ્યાં પહેલા રહેતી ખુબ ભીડ, પરંતુ હવે છે અહી સન્નાટો

તો કાર્યક્રમમાં હાજર રહેલાં ભારતી બાપુએ ગિરનારની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રિના મેળવવા પધારવા અમદાવાદીઓને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.

LIVE ચરખાએ જમાવ્યું આકર્ષણઉલ્લેખનીય છે કે ગિરિશ દાણી, ઈસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક સહિત અનેક અગ્રણીઓ દ્રારા મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતિ નિમિત્તે વિશેષ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગાંધી વિચારો સાથે કસ્તુરબાના વિશેષ અંજલિ આપવામાં આવી રહી છે.સાથે સૌ પ્રથમ વાર રામકથામાં સતત 5 કલાક ચાલતો LIVE ચરખો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો કથાના મુખ્ય સ્ટેજને લિંપણ કરવામાં આવ્યું છે તથા બાપુની કુટિયા અને માટીના જવારાથી સજાવાયો છે.
First published: February 23, 2019, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading