રાજ્યના માથે વાવાઝોડાનું સંકટ : 4 અને 5 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી


Updated: May 31, 2020, 5:00 PM IST
રાજ્યના માથે વાવાઝોડાનું સંકટ : 4 અને 5 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડાની આગાહીને પગેલ જાહેર થયેલું સેટેલાઇટ મેપિંગ

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઇને પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  • Share this:
કોરોના કહેર વચ્ચે ગુજરાત પર વવાઝોડું સંકટ છે.દક્ષિણપૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે .1 જૂન સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ઉત્તર દિશા તરફ આગળ વધશે. 2 જૂનના ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને 3 જૂનના ગુજરાતના દરિયા કિનારે પહોચશે.જો કે વાવાઝોડાનું ગતિ કેટલી તેજ હશે તેના પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે..લો પ્રેશર સક્રિય થતા જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

વવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 3 જૂનના પહોંચવાની આગાહી છે.વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે અસર થશે.જેને લઈ હવામાન વિભાગે 4 અને 5 જૂનના ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત,ભરૂચ,નર્મદા,વડોદરા,તાપી,છોટા ઉદેપુર,પંચમહાલ,દાહોદ,ખેડા,આનંદ,નવસારી,દમણ ,દાદરા નગર હવેલી,અમદાવાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો :  સુરત : કોંગ્રેસના કોર્પોરેટર સાથેના ઝઘડામાં યુવકની હત્યા, લૉકડાઉન ખૂલતા જ ખેલાયો ખૂની ખેલ

લો પ્રેશર સક્રિય થતા જ હવામાન વિભાગે સરકારને જાણકારી આપી છે.અને તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે.જોકે હાલ તો સિસ્ટમ સક્રિય થઈ છે તેની દિશા ગુજરાતના દરિયા કિનારા તરફની છે.પરંતુ વવાઝોડુ બન્યા બાદ દિશા બદલતી રહેતી હોય છે.પરંતુ હાલ તો ઉત્તર દિશા તરફ આગળ વધવાનું છે .

આ પણ વાંચો :  Unlock 1.0 : રાજ્યમાં ST સાથે ખાનગી બસો પણ દોડશે, સરકારે બહાર પાડ્યું જાહેરનામું

મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળી છે.વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે.અને સામાન્ય વરસાદની આગાહી કરી છે.તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 4 અને 5 જૂનના ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
First published: May 31, 2020, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading