અરબી સમુદ્રમાંથી પવન ફુંકાતા ગરમીમાંથી મળી રાહત, એપ્રિલના અંતમાં વધશે ગરમી

News18 Gujarati
Updated: April 22, 2018, 11:12 AM IST
અરબી સમુદ્રમાંથી પવન ફુંકાતા ગરમીમાંથી મળી રાહત, એપ્રિલના અંતમાં વધશે ગરમી

  • Share this:
છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. પરંતુ હાલ તો અરબી સમુદ્રમાંથી પવન ફુકાતા ગરમીમાંથી લોકોને થાડા અંશે રાહત મળી છે. જો કે હવામન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલના અંતમાં ગરમીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે બે દિવસ બાદ ફરી પવનની દિશા બદલાશે. અને દિશા બદલાયા બાદ મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ત્યારે રાજ્યના હાલના હવામાન પર એક નજર કરીએ...

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન ?શહેર તાપમાન
અમરેલી 41
સુરત 39
રાજકોટ 38
અમદાવાદ 38
વડોદરા 38
ભાવનગર 36
ગાંધીનગર 36
ઇડર 39
ભૂજ 38

આમ સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્યા શહેરોમાં 36થી 40ની વચ્ચે તાપમાન નોંધાયું છે. પરંતુ એપ્રિલના અંતમાં ગરમીમાં વધારો થાય તેવી શક્યતા છે.

 
First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर