અમદાવાદમાં રેડ એલર્ટ, બે દિવસ પછી મળશે કાળઝાળ ગરમીમાંથી છૂટકારો

અમદાવાદમાં રેડ એલર્ટ, બે દિવસ પછી મળશે કાળઝાળ ગરમીમાંથી છૂટકારો
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં 11મી જૂન સુધી ગરમીનું મોજું રહેશે અને ત્યારબાદ 12-13 જૂનથી વિધિવત ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :  દેશમાં કેરળ સહિત અનેક રાજ્યોમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. જ્યારે રાજ્યમાં હીટવેવની સ્થિતિ વચ્ચે શનિવારે અસહ્ય ગરમી નોંધાઇ હતી જ્યારે આજે રવિવારે પણ ગરમીનો પારો 45 ડિગ્રીને આંબી જવાની શક્યતા છે. જેને કારણે મ્યુનિ. કોર્પોરેશનને રેડ એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટેનાં સૂચન કરવામાં આવ્યાં છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે 13 જૂનની આસપાસથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં બે દિવસ બાદ ગરમીમાં રાહત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

  11મી જૂન સુધી રહેશે ગરમી  હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, 'આ વખતે ચોમાસું સારૂ અને લાંબુ રહેશે. જેથી દેશવાસીઓ ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં 11મી જૂન સુધી ગરમીનું મોજું રહેશે અને ત્યારબાદ 12-13 જૂનથી વિધિવત ચોમાસાની શરૂઆત થઈ શકે છે.' આ ઉપરાંત છેલ્લા બે દિવસથી હાલ પ્રિ-મોન્સુન એક્ટિવિટ શરૂ થઈ ચૂકી છે જે સંદર્ભે દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. જેને કારણે વાતાવરણ વાદળછાયું બનતા લોકોને કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મળ્યો છે.

  આ પણ વાંચો : અમદાવાદમાં ઢોરને પકડો અને કમાવો રૂપિયા, એક ઢોર સામે રૂપિયા 500 લઇ જાવ

  સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો સૌથી વધુ નોંધાયો

  મહત્વનું છે કે અમદાવાદમાં શનિવારે ગરમીનો પારો 44.1 ડિગ્રીએ પહોંચ્યો હતો.સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે હોટેસ્ટ રહ્યું હતું. આ ઉપરાંત ગ્રીન સિટી ગાંધીનગર પણ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

  શું રાખશો તકેદારી?

  શહેરની તમામ બાંધકામ સાઈટો બપોરે 12થી 4 સુધી બંધ રાખવા માટે આદેશ કરાયા છે. જ્યાં શ્રમજીવીઓ કામ કરે છે તેમના માટે છાશ અને પાણીની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે. અર્બન સેન્ટરો સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવનાર છે. બગીચાઓમાં પાણી અને છાશનું વિતરણ પણ કરવામાં આવશે. હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તાકીદે 108 એમ્બ્યુલન્સ કે નજીકના તબીબનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. હીટસ્ટ્રોકથી બચવા માટે પૂષ્કળ પ્રમાણમાં પાણી અને લીંબુ સરબત, છાશ પીવા પણ જણાવાયું છે.
  First published:June 09, 2019, 07:56 am

  टॉप स्टोरीज