Home /News /madhya-gujarat /

Weather Forecast: સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી

Weather Forecast: સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી

પ્રતિકાત્મક તસવીર

Weather forecast News: હવામાન વિભાગના (weather department) અનુમાન પ્રમાણે તો ઉનાળાની શરૂઆત આકરા તાપથી થઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ તો પહોંચ્યું છે.

ગુજરાતમાં ઉનાળાની (Summer) શરૂઆત થઈ છે.અને ઉનાળાની શરૂઆત કાળઝાળ ગરમીની (heat) પણ શરૂઆત થઈ છે.હજુ તો ઉનાળાની શરૂઆતને 11 દિવસ થયા ત્યાં જ હિટવેવની (Heatwave) આગાહી આવી છે. ભારતના હવામાન વિભાગે (Meteorological Department of India) પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ચાલુ વર્ષના ઉનાળામાં લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય ડીગ્રી કરતા ઊંચુ રહેવાનું અનુમાન જાહેર કર્યું હતુ.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તો ઉનાળાની શરૂઆત આકરા તાપથી થઈ રહી છે.રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ તો પહોંચ્યું છે. જોકે માર્ચ મહિનાના અંતથી તાપમાનમાં વધારો થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે એવું જોવા મળ્યું છે.મહત્તમ અને લઘુતમ તાપમાન વધી રહ્યું છે અને કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે

ગુજરાતના ઉત્તર પૂર્વના પવન ફૂંકાતાની સાથે જ કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બે થી ચાર ડિગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ , પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.

આ પણ વાંચોઃ-રાજકોટ : બુટલેગર સલીમ કુરેશીને મોતને ઘાટ ઉતારનાર 8 જેટલા આરોપીઓ ઝડપાયા, 3ની શોધખોળ શરૂ

અમદાવાદ સુરત,અમરેલી, રાજકોટ, પોરબંદર નું મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે.અને દિવસનું પણ 35 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

જો કે ઉનાળામાં દરિયા કિનારાના વિસ્તારમાં તાપમાન સામાન્ય રહેતું હોય છે એટલે કે 37 ડીગ્રીથી નીચું તાપમાન નોંધાતુ હોય છે.અને દરિયા કિનારા શહેરોમાં 37 ડીગ્રી થી ઊંચું તાપમાન નોંધાયા ત્યારે હવામાન વિભાગ હિટવેવની આગાહી આપે છે.



હિટવેવની આગાહી અને ગરમી વધારે હોય ત્યારે લોકોએલોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.તેમજ સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ અને ખાસ કરીને ગરમી વધતી હોય છે ત્યારે પાણી પણ વધારે પીવાનું રાખવું જોઇએ જેના કારણે ડીહાઇડ્રેશનથી બચી શકાય.અને જો ઇમરજન્સી કામ માટે બહાર થતા હોય તો માથું કપડાથી ઢાંકી દેવું જોઈએ.જેના કારણે સૂર્યના સીધા કિરણોથી બચી શકાય.અને લુ લાગે નહિ.
Published by:ankit patel
First published:

Tags: Forecast, Gujarat Weather, Heat wave, Summer

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन