હવામાન વિભાગની આગાહી, એપ્રિલ, મે મહિનામાં તાપમાન ઉંચું રહેશે

News18 Gujarati
Updated: April 1, 2018, 9:47 PM IST
હવામાન વિભાગની આગાહી, એપ્રિલ, મે મહિનામાં તાપમાન ઉંચું રહેશે
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
હવામાન વિભાગે ઉનાળાની ઋતુને લઈ ફરી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, એપ્રિલ-મે મહિનામાં સામાન્ય કરતા તાપમાન ઉંચુ રહેશે. ગુજરાતમાં આ મહિનામાં સામાન્ય કરતા અડધાથી એક ઈંચ તાપમાનમાં વધારો તવાની સંભાવના છે. આ સાથે ગુજરાતમાં ઉનાળા દરમિયાન લૂની પરિસ્થિતિ યથાવત રહેશે.

રાજ્યમાં આકરા ઉનાળાનો અહેસાસ થવાનો શરુ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે માર્ચ મહિના અંતમાંથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. જો કે ગરમ પવનો ફુકાવવાના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે.

દેશમાં વધતી જતી ગરમી અને લૂ હવે જીવલેણ સાબિત થઇ રહી છે. ગરમીથી લૂ લાગવાના બનાવો પણ વધ્યા છે. આજે અમે તમને લૂથી બચવાના ઉપાય બતાવીએ છીએ. જેને અપનાવીને તમે લૂથી બચી શકશો.

ગરમીથી બચવાના ઉપાય:

- તેજ ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળવું.
- ઉઘાડા શરીર અને પગે ગરમીમાં ન નીકળવું.- ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે માથે ટોપી અવશ્ય પહેરવી જોઇએ.
- તમે ગરમીમાં બહાર નીકળો ત્યારે ખુલ્લા કપડા પહેરવા જોઇએ.
- સિથેટિંક,નાયલોન અને પોલિસ્ટરના કપડા ન પહેરવા જોઇએ.
- ઘરથી બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભુખ્યા પેટે ન રહેવું જોઇએ.
- ગરમીમાં આંખોનું ધ્યાન રાખવું. અને બહાર નીકળતી વખતે ચશ્મા પહેરીને, બહાર નીકળવું જોઇએ
- આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઇએ
- ગરમીમાં વધુ પરસેવો થયો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું, સાદુ પાણી પણ ધીરે ધીરે પીવુ
- ગરમીથી બચવા દિવસમાં બે ત્રણ વાર ઠંડા પાણીથી સ્નાન કરવું
- ઘરે પણ ગરમીથી બચવા ઠંડક રહે તે માટે પડદા અને કુલર વગેરેનો ઉપયોગ કરવો
- જો તમને લૂ લાગે તો ડુંગળીને પીસીને તેનો લેપ કરવાથી લાભદાયક રહે છે.
First published: April 1, 2018
વધુ વાંચો
अगली ख़बर