Home /News /madhya-gujarat /

સુસવાટા મારતા પવનથી ઠુંઠવાયું ગુજરાત, હજુ બે દિવસ રહેશે ઠંડીનો ચમકારો

સુસવાટા મારતા પવનથી ઠુંઠવાયું ગુજરાત, હજુ બે દિવસ રહેશે ઠંડીનો ચમકારો

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬ ડિગ્રી નોંધાઈ છે.

રાજ્યમાં ગુરૂવારે શહેરની ઠંડીમાં વધારો થયો હતો અને સુસવાટા મારતા પવનોથી લોકો ઠુઠવાયા હતાં.

    હિમાચલ, પંજાબ અને હરિયાણા ઉપરાંત દિલ્હીમાં કરા સાથે ગઇકાલે વરસાદ થયો હતો. હિમાલયમાં વીજળી પડતા ત્રણ મકાન તૂટી પડયા હતા. કાશ્મીરમાં છેલ્લા 24થી વધારે કલાકથી અવિરત બરફવર્ષા થઈ રહી છે. શ્રીનગરમાં છ ઇંચ તો કેટલાક વિસ્તારોમાં ત્રણ ફૂટ બરફ પડતા મોટા ભાગના રસ્તા બંધ થયા હતા. ગુજરાતની વાત કરીએ તો અહીં પણ બુધવારે મોડી રાતથી ઠંડા પવનોનો મારો ફરીથી શરૂ થયો હતો.

    રાજ્યમાં ગુરૂવારે શહેરની ઠંડીમાં વધારો થયો હતો અને સુસવાટા મારતા પવનોથી લોકો ઠુઠવાયા હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે દિવસ ઠંડીનો ચમકારો રહેશે.

    PHOTOS: આ કાશ્મીર કે શિમલાનો નહીં, દિલ્હી-એનસીઆરનો છે નજારો

    તાપમાનનો પારો ગગળ્યો હતો

    ગઇકાલે એટલે ગુરૂવારની બપોરથી 20થી 25 કિમીની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોથી મહત્તમ તાપમાન એક જ દિવસમાં 5 ડિગ્રી ગગડીને 24.6 અને લઘુતમ તાપમાન 12.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી અચાનક ઠંડીનો અહેસાસ કરવો પડ્યો હતો.

    આગામી બે દિવસ ઠંડી રહેશે

    આગામી બે દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 9થી 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 11.2 ડિગ્રી સાથે ડીસા સૌથી ઠંડું શહેર બન્યું હતું.

    તસવીરો જુઓ : J&Kમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, હાઇવે બંધ, ફ્લાઇટો થઇ રદ

    કાશ્મીરમાં પણ જનજીવન ખોરવાયું

    કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે જીવનજરૂરી સેવાઓ ખોરવાઈ હતી. જમ્મુ- શ્રીનગર હાઇવે બંધ રહ્યો હતો અને વિમાન સેવા ઠપ થઈ જતાં કાશ્મીર આજે દિવસે પણ દેશથી વિખૂટું રહ્યું હતું. છેલ્લા 24 કલાકથી અવિરત બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં બરફવર્ષા થઈ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Cold Wave, Gujarat winter, Weather forecast, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन