Home /News /madhya-gujarat /

અંબાલાલ પટેલની આગાહી: અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ચાર દિવસ માવઠાની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી: અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ચાર દિવસ માવઠાની શક્યતા

અમદાવાદમાં આવી શકે છે માવઠું

Weather Forecast in Ahmedabad: અમદાવાદ- ગાંધીનગર સહિતનાં વિસ્તારમાં આગામી ચાર દિવસ અષાઢ મહિના જેવો વરસાદ વરસે તેવી શક્યતાઓ, માવઠું આવે તેવી શક્યતાઓ.

    આગામી દિવસોમાં (Weather Forecast in Ahmedabad) બંગાળનાં ઉપસાગરમાં એક બાદ એક હવાનું પ્રેશર ઉભુ થાય તેવી શક્યતાઓ છે. તેમજ દેશનાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની અસર થાય તેવી સંભાવનાઓ છે. હાલમાં દેશનાં પશ્ચિમી વિસ્તારમાં વાતાવરણ ઠંડુ થતા આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ન્યુનત્મ તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી અંબાલાલ પટેલ (Ambalal Patel ni Aagahi) દ્વારા કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો-મોડી રાત્રે કિન્નરને લિફ્ટ આપતા વેપારી જોરદાર ભરાયો, જાણો અમદાવાદની લાલબત્તી સમાન ઘટના

    બંગાળનાં ઉપાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

    આ પણ વાંચો-અમદાવાદ કિડની હોસ્પિટલે સર્જ્યો રેકોર્ડ, બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટમાં દિલ્હીની AIIMS અને બેંગ્લોરની સેન્ટ જાેન્સ હોસ્પિ.ને પાડી પાછળ

    પંચમહાલનાં કેટલાંક વિસ્તારો, ઉત્તર- મધ્ય ગુજરાતમાં, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને કેટલાંક ભાગમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે. તો કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે અષાઢ મહિના જેવો માહોલ સર્જાય તેવી પમ શક્યાઓ છે.

    આ પણ વાંચો-ગુજરાતમાં કપ્પા અને ડેલ્ટા વાયરસનો ખતરો વધ્યો? જાણો શું કહે છે રિપોર્ટ

    ગ્રહોની સ્થિતિ પ્રચંડ નાડીમાં હોવાથી તારીખ 18,19,20 અને 21 ઉપરાંત ડિસેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં પણ વિશિષ્ટ સ્થિતિનાં લીધે બંગાળનાં ઉપસાગરમાં થતા હવાનાં દબાણમાં ગુજરાત પ્રભાવિત થઇ શકે છે. આ વખતે ડિસેમ્બરની શરૂઆતમાં જ ભારે ઠંડી પડશે જ્યારે અંતનાં દિવસોમાં એટલે કે 22 ડિસેમ્બર બાદ દેશનાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે. જેને લઇને ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં પણ ફરી વળે તેવી પ્રબળ આશંકાઓ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad news, Ambalal Patel, Weather forecast, ગુજરાત ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन