Home /News /madhya-gujarat /

Weather Change: અમદાવાદ સહિત ગુજરાતમાં વાતાવરણમાં પલટો, ઠેકઠેકાણે વરસાદી છાંટા

Weather Change: અમદાવાદ સહિત ગુજરાતમાં વાતાવરણમાં પલટો, ઠેકઠેકાણે વરસાદી છાંટા

પ્રતિકાત્મક તસવીર

Gujarat Weather Change: બુધવારે બપોર પછી અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં વાતાવરણમાં વલટો (Weather Change) જોવા મળી રહ્યો હતો. જેના પગલે ધૂળની ડમરીઓ અને વરસાદી છાંટા (Rain) પડ્યા હતા.

    અમદાવાદઃ અત્યારે ઉનાળો ચરમસીમા ઉપર છે જોકે, આજે બુધવારે બપોર પછી અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં વાતાવરણમાં વલટો (Weather Change) જોવા મળી રહ્યો હતો. જેના પગલે ધૂળની ડમરીઓ અને વરસાદી છાંટા (Rain) પડ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. અચાકન ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો. અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે બે દિવસ વાતાવરણમાં પલટો અને વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે બુધવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થયો હતો. જેના પગલે માવઠું થયાના સમાચાર મળી રહ્યા છે.

    અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થયો હતો. ગોતા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, વૈષ્ણોવદેવી, સોલા, ઘાટલોડિયા, રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાના સમાચાર મળી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ સાથે માળીયાહાટી તાલુકાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા છે. જેના કારણે ખેડૂતોમાં પાક બગડવાની ભીતી છવાઇ છે. આ વિસ્તારના કેરી, તલ, મગ, અડદ તેમજ ડુંગળીના પાકને નુકસાન થવાની શક્યતા વધી છે.

    આ પણ વાંચોઃ-રજાની મજા બની મોતની સજા! સુરતના ડુમસ બીચમાં 17 વર્ષીય સગીરાનું ડુબી જતાં મોત, પરિવારમાં આક્રંદ

    ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થઇ શકે છે. કેસર કેરી પકાવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદ પડે તો ભારે નુકશાન થવાની ભીતી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! મહિલાની સામે પાડોશી યુવકે કરી ગંદી હરકત, મહિલા શરમથી થઈ પાણી-પાણી

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવા આગાહી કરવામાં આવી છે.

    આગાહી પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની આગાહી છે. તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmedabad news, Gujarati news, Weather news

    આગામી સમાચાર