હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે, મરજિયાત નથી: ગુજરાત HCમાં સરકારનો જવાબ


Updated: January 27, 2020, 8:56 PM IST
હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે, મરજિયાત નથી: ગુજરાત HCમાં સરકારનો જવાબ
પ્રતિકાત્મક તસવીર

ડિસેમ્બર 2019માં શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કર્યું હતું. પરંતુ તેના થોડા દિવસ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ (CM Vijay Rupani) હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે, પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.

  • Share this:
અમદાવાદઃ હેલમેટ ફરજિયાત છે કે મરજિયાત તેને લઈને સરકારે યુ-ટર્ન માર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું હેલમેટ મરજિયાત કરવા અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. સરકારે રાજ્યમાં (Gujarat Government) હેલ્મેટ (helmet) મરજિયાત કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat high court) પીઆઇએલ (PIL) કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારે  કોર્ટમાં કહ્યું હેલ્મેટ પહેરવું મરજિયાત નથી બનાવ્યું હેલ્મેટ ફરજીયાત જ છે. સરકારે કોઈ સર્ક્યુલર કે  નોટીફિકેશન  બહાર પાડ્યું નથી.

હાઇકોર્ટમાં કરવામાં આવેલી પીઆઇએલમાં મોટર વ્હીકલ એક્ટની જોગવાઈનો કડક અમલ થાય એવી માંગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ રાજ્ય સરકારે  કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વ્હીકલ એક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો.

આ પણ વાંચોઃ-વડોદરાની યુવતી ચીનના વુહાનમાં ફસાઈ, પરિવારે સરકાર પાસે માંગી મદદ

ડિસેમ્બર 2019માં શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કર્યું હતું. પરંતુ તેના થોડા દિવસ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ (CM Vijay Rupani) હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે, પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી. મંત્રી આર.સી.ફળદુએ 4 ડિસેમ્બર, 2019ના રોજ જાહેરાત કરતાં કહ્યું હતું કે, હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચોઃ-71 વર્ષીય વૃદ્ધને નાગાબાવાના દર્શન રૂ.1.25 લાખમાં પડ્યા, અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કર્યા બાદ સમગ્ર દેશમાં લાગુ કર્યું હતું. ટ્રાફિકના નિયમોમાં આકરા દંડની જોગવાઈઓ કરવામાં આવી હતી. હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500 કરી દેવામાં આવી છે, જે અગાઉ રૂ. 100 હતી. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. પરંતુ ટ્રિપલ સવારી માટે દર વખતે રૂ. 100-100નો દંડ થશે.આ પણ વાંચોઃ-Reliance Digital Sale: સ્માર્ટફોનથી લઈને TV ઉપર મળશે જોરદાર કેશબેક

સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂ. 500નો દંડ થશે, કેન્દ્ર સરકારના કાયદામાં રૂ. 1000 ના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આર.સી. બૂક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઈ વાહન ચલાવતા પકડાશે તો પહેલી વખત રૂ. 500 અને બીજી વખત પકડાશે તો રૂ. 1,000નો દંડ થશે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading