નબળા ચોમાસાના યોગ : રાજ્યમાં માત્ર 40થી 50 ટકા વરસાદની શક્યતા

News18 Gujarati
Updated: May 13, 2019, 10:01 AM IST
નબળા ચોમાસાના યોગ : રાજ્યમાં માત્ર 40થી 50 ટકા વરસાદની શક્યતા
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, વાવણીલાયક વરસાદ થાય તેમ નથી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વર્ષ 2018માં ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યના લોકોને ચિંતા એ વાતની છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે.

હવામાન વિભાગ સિવાય ભડલીવાક્યો, ગ્રહ-નક્ષતોની યુતિ એન વનસ્પતિના લક્ષણોને આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવે છે. આ બાબતોને આધારે કરવામાં આવેલી આગાહી નિરાશાજનક સમાચાર લાવી રહી છે. તેના આધારે એવી આગાહી કરવામાં આવી રહી છે કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે. આ ઉપરાંત, ચોમાસું 15 જૂનને બદલે 20 જુલાઈએ ગુજરાતમાં આગમન કરશે.

15 સપ્ટેમ્બર બાદ જ રાજ્યમાં સારો વરસાદ


આ વર્ષે એવો વર્તારો છે કે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાઈ જશે. ગુજરાતમાં 15 જુલાઈથી મધ્યમસર વરસાદના યોગ છે. આ તારણ વરસાદના ગર્ભ, હુતાસણીનો પવન અને અખાત્રીજના પવનના આધારે કરવામાં આવી રહ્યો છે. વર્તારા મુજબ, 15 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ પડી શકે છે.

ખેડૂતો માટે માઠા સમાચાર
સૂર્ય-મંગળની યૂતિના અંગારક યોગથી વરસાદની ખેંચ થઈ શકે છે. આ વખતે ખેડૂતો માટે માઠા સમાચાર છે. વાવણીલાયક વરસાદ થાય તેમ નથી. ગુજરાતમાં 40-50 ટકા વરસાદ પડે તેવા યોગ છે. 20 ઓક્ટોબરે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે.

આ પણ વાંચો, પાણીની અછતને લીધે ગુજરાતમાં 72,918 હેક્ટરમાં થયું વાવેતર

કચ્છમાં સારા વરસાદનું અનુમાન


નોંધનીય છે કે, કચ્છમાં આ વખતે સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. પણ સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે. જેઠ-અમાસમાં ચોમાસું નબળું રહેશે પણ ભાદરવામાં વરસાદ સારો રહેશે તેવું અનુમાન છે.
First published: May 13, 2019, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading