હમ નહીં સુધરેંગે! અમદાવાદમાં કર્ફ્યૂનો ભંગ કરવા બદલ કુલ 593 કેસ, 641 લોકોની ધરપકડ, એક નીકળ્યો પોઝિટિવ

હમ નહીં સુધરેંગે! અમદાવાદમાં કર્ફ્યૂનો ભંગ કરવા બદલ કુલ 593 કેસ, 641 લોકોની ધરપકડ, એક નીકળ્યો પોઝિટિવ
પોલીસ પેટ્રોલિંગની તસવીર

આ બે દિવસમાં શહેરમાંથી 72 લોકો એ લગ્ન માટે પોલીસની મંજૂરી માંગી છે. પરંતુ મહત્વની બાબત તો એ છે કે હવે અમદાવાદમાં પણ રાત્રીના નવ વાગ્યા બાદ કોઈ લગ્ન પ્રસંગ યોજી શકાશે નહી.

  • Share this:
અમદાવાદ: શહેરમાં કોરોનાના (coronavirus) કહેરનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. દિવાળીનાં પર્વ (Diwali festival) દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે અમદાવાદ શહેરમાં (Ahmedabad city) શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાન માં રાખી ને શહેર પોલીસ કડક પણે કર્ફ્યૂ નો અમલ કરાવી રહી છે.

શહેરમાં શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરી રહી છે. ઉપરાંત મોટાભાગના ચાર રસ્તા ઉપર બેરીકેટ લગાવીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા કારણોસર બહાર નીકળ્યા છે. તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.અને જો યોગ્ય કારણ ન જણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ પ્રકારે શહેરમાં વાત કરીએ તો શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી આજે બપોરના 4 વાગ્યા સુધીમાં કર્ફ્યૂનો ભંગ કરવા બદલ પોલીસે 596  કેસ દાખલ કર્યા છે. અને 641 આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

જેમાં એક આરોપીની કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમાં સેકટર 1 પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરીએ તો પોલીસ એ 230 કેસ દાખલ કરી 238 આરોપી ઓ સામે કાર્યવાહી કરી છે. અને સેકટર 2 વિસ્તારમાં 366 કેસ દાખલ કરી 403 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ-હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! પત્નીના મોતથી દુઃખી પતિએ Facebook Live કર્યા પછી ટ્રેન નીચે કપાઈને કરી આત્મહત્યા, બે બાળકો બન્યા અનાથ

તો બીજી તરફ વાત કરવામાં આ બે દિવસમાં શહેરમાંથી 72 લોકો એ લગ્ન માટે પોલીસની મંજૂરી માંગી છે. પરંતુ મહત્વની બાબત તો એ છે કે હવે અમદાવાદમાં પણ રાત્રીના નવ વાગ્યા બાદ કોઈ લગ્ન પ્રસંગ યોજી શકાશે નહી.કારણ કે હવે પોલીસ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન માટે કોઈ મંજૂરી આપશે નહિ. હવે ક્યારે સોમવાર થી રાત્રીમાં નવથી સવાર ના છ વાગ્યા સુધી કર્ફ્યૂનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં 1495 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે વધુ 13 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યું હતું.
Published by:ankit patel
First published:November 22, 2020, 20:06 pm

ટૉપ ન્યૂઝ