હમ નહીં સુધરેંગે! માસ્ક ન પહેરનાર અમદાવાદીઓ પાસેથી 16 લાખ દંડ વસૂલાયો, બહાના સાંભળીને આવશે હસવું


Updated: June 27, 2020, 4:40 PM IST
હમ નહીં સુધરેંગે! માસ્ક ન પહેરનાર અમદાવાદીઓ પાસેથી 16 લાખ દંડ વસૂલાયો, બહાના સાંભળીને આવશે હસવું
પ્રતિકાત્મક તસવીર

17 જૂનથી શહેરમાં 14 અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં માસ્ક અંગે દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો પાસેથી 16,52,800રૂ.નો દંડ વસૂલવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસની (coronavirus) મહામારી વચ્ચે માસ્ક (mask) પહેરવું હવે જરૂરી થયું છે  તો બીજી તરફ હવે અનલોક શરૂ થતાં લોકો બહાર આવવા લાગ્યાં છે. પરંતુ કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના બહાર આવે છે. ત્યારે લોકોની સલામતી માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાનો (fines) શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા નવ હજારથી વધુ લોકોને દંડીને 16લાખથી વધુ કિંમતનો દંડ વસૂલવામાં આવ્યો છે. જોકે જ્યારે પોલીસ લોકો પાસે દંડ વસૂલે છે ત્યારે તે લોકો એવા એવા બહાના કરે છે જે સાંભળીને પોલીસની સાથે લોકોનેય હસવું આવી જાય.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ માસ્ક ન પહેરનારને દુકાન કે અન્ય જગ્યાઓ પર જઈને દંડ આપવામાં આવતો હતો. ત્યારબાદ પોલીસને પણ સત્તા આપવામાં આવી હતી કે રસ્તે જતાં રાહદારીએ માસ્ક ન પહેર્યું તો તેમને દંડવામાં આવે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વિભાગ (Traffic Department in Ahmedabad) દ્વારા 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનોને દંડ વસૂલવા આદેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો દંડાયા અને તે લોકો પાસેથી 16 લાખથી વધુ વસૂલી લેવાયાં છે.

આ પણ વાંચોઃ-PNB Alert! બેન્કના દરેક ગ્રાહકોને આપી ચેતવણી, ભુલથી પણ ના કરો આ ભુલ નહીં તો ખાલી થઈ જશે તમારું ખાતું

17 જૂનથી શહેરમાં 14 અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં માસ્ક અંગે દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો પાસેથી 16,52,800રૂ.નો દંડ વસૂલવામાં આવ્યો છે. હજુ પણ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચોઃ-ચાર માસૂમ ઉપર આભ તૂટ્યું! પહેલા અચાનક માતા ગુમ થઈ હવે પિતાએ છોડ્યો સાથ

અમદાવાદમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો  દંડાયા, 16 લાખથી વધુ વસૂલી લેવાયાં છે. પોલીસ દ્વારા જ્યારે માસ્ક ન પહેરનારને દંડ આપવામાં આવે છે ત્યારે લોકો તરફથી અલગ અલગ પ્રતિસાદ આપવામાં આવે છે જેમકે કાન દુખે છે, ઓક્સિજન નથી મળતો, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સિંગલ સવારી છે તો માસ્ક કેમ પહેરવું, ગાડીમાં આગળ પાછળ અલગ બેઠાં છે તો માસ્ક શા માટે પહેરવું. આમ અલગ અલગ બહાનાં બતાવી લોકો છટકવા માગે છે પરંતુ પોલીસ દ્વારા કડકપણે કાર્યવાહી કરી દંડ વસૂલવાનું ચાલુ જ છે.આ પણ વાંચોઃ-મોત સાથે સવારી! સીટ નીચે ઘૂસ્યો હતો કોબ્રા સાંપ, 20 km સુધી બાઈક ઉપર ચલાવતા રહ્યા યુવકો અને પછી..

પોલીસ તરફથી પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે માસ્ક લોકોની સલામતી માટે જ છે. માસ્ક પહેરવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ. આગામી સમયમાં પણ માસ્ક અંગેનું અભિયાન ચાલુ રહેશે અને લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.
First published: June 27, 2020, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading