નિકોલ પાણીની ટાંકીના કોન્ટ્રાક્ટરને 27 નોટિસ અપાઇ હતીઃ વિપક્ષ નેતા દિનેશ શર્મા

News18 Gujarati
Updated: August 20, 2019, 2:32 PM IST
નિકોલ પાણીની ટાંકીના કોન્ટ્રાક્ટરને 27 નોટિસ અપાઇ હતીઃ વિપક્ષ નેતા દિનેશ શર્મા
નિકોલ ઘટના સ્થળની તસવીર

વિપક્ષ નેતા દિનેશ શર્માએ તંત્ર ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. કોન્ટ્રાક્ટરને 27 નોટિસ અપાઇ હોવા છતાં તેને બ્લેકલિસ્ટ ન કરાયાનો આરોપ તેમણે લગાવ્યો હતો.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ અમદાવાદના નિકોલ વિસ્તારમાં પંપિંગ સ્ટેશનના નવનિર્માણ ટાંકીનો સ્ટેબ ધરાશાયી થવાની ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે સ્થાનિક વિપક્ષ નેતા દિનેશ શર્માએ તંત્ર ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. કોન્ટ્રાક્ટરને 27 નોટિસ અપાઇ હોવા છતાં તેને બ્લેકલિસ્ટ ન કરાયાનો આરોપ તેમણે લગાવ્યો હતો.

વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, નિકોલ પંપિંગ સ્ટેશનના નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટરને 27 નોટિસો આપવામાં આવી હતી. જોકે, તંત્રએ આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો ન હતો. કોન્ટ્રાક્ટરે દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરીને આપવાની સમય મર્યાદા હતા. અને 23 કરોડનો કોન્ટ્રાક કોન્ટ્રાક્ટર ભુપતાની એસો.ને અપાયો હતો.

આ પણ વાંચોઃ-નિકોલ દુર્ઘટનામાં ધાબુ ભરવાની કામગીરીમાં ટેકા તૂટતા બની ઘટનાઃ મજૂર

તેમણે આક્ષેપ કર્યો હતો કે, સત્તાધીશો અને અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. એએમસી પોલ છૂપાવવાના પ્રયાસો કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત એએમસી પાણી ટાંકી મુદ્દે ચોક્કસ નીતિ બનાવે તેવી પણ માંગ કરી હતી.
First published: August 19, 2019, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading