રાજ્યના 110 ડેમોમાં પાણી જ નથી, સૌરાષ્ટ્રના 138 ડેમોમાં માત્ર 9.45 ટકા પાણી

News18 Gujarati
Updated: May 7, 2019, 8:20 AM IST
રાજ્યના 110 ડેમોમાં પાણી જ નથી, સૌરાષ્ટ્રના 138 ડેમોમાં માત્ર 9.45 ટકા પાણી
પ્રતિકાત્મક તસવીર

સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતમાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવું જણાઇ રહ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતમાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવું જણાઇ રહ્યું છે. રાજ્યના 110 ડેમોમાં પાણી જ નથી. આવામાં માત્ર નર્મદાના પાણી પર જ આધાર રહ્યો છે.

સૌરાષ્ટ્રના 138 ડેમોમાં માત્ર 9.45 ટકા પાણી

ઉત્તર ગુજરાત , સૈારાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સ્થિતી સૌથી વિકટ બની છે. કચ્છના 20 ડેમોમાં અત્યારે માત્ર 12.27 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 138 ડેમોમાં માત્ર 9.45 ટકા પાણી રહ્યું છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 15.62 ટકા પાણીનો સંગ્રહ છે. કુલ 203 ડેમોમાં માત્ર 20.65 ટકા પાણી સંગ્રહાયેલો છે.

અમરેલી , જામનગર ,પોરબંદર , દ્વારકા ,ભાવનગર , ખેડા ,છોટાઉદેપુર , બનાસકાંઠાના ડેમોમાં પાણીની ટકાવારી ૧૫ ટકાથી ઓછી છે. હાલમાં માત્ર નર્મદા ડેમમાં જ પાણીનો 51.35 ટકા જથ્થો છે, જેની પર જ આધાર રહ્યો છે.

177 ડેમોમાં 25થી ટકા ઓછું પાણી

રાજ્યના 177 ડેમોમાં 25થી ટકા ઓછુ પાણી છે. 19 ડેમો એવા છે જેમાં માત્ર 50 ટકા સુધી પાણી છે. માત્ર બે ડેમો એવાં છે જેમાં 70 ટકાથી વધુ પાણી છે.સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 119 મીટરને પાર

સરદાર સરોવર ડેમના ઇતિહામાં પ્રથમવાર છે કે, ભરઉનાળે મે મહિનામાં ડેમમાં પાણીની સપાટી 119 મીટરને વટાવી ગઇ છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિયમ પ્રમાણે ગુજરાતને આ વર્ષમાં મળવાપાત્ર પાણીના જથ્થામાંથી બાકી રહેલું લગભગ બધું જ પાણી મધ્યપ્રદેશે છોડી દીધું છે.

આ પણ વાંચો: અમદાવાદ: ટ્રાફિક-પાર્કિંગ સહિતના મુદ્દે કોર્પોરેશન અને પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

સરકારે પાણીના ભાવ વધાર્યા

બીજી બાજુ, રાજ્ય સરકારે હજાર લિટર પાણીના ભાવમાં ૨૯ પૈસાનો વધારો કર્યો છે. એએમસી રાજ્ય સરકારના વિવિધ સોર્સ પાસેથી નાણાં ચૂકવીને હજારો લિટર પાણી ખરીદે છે. આવામાં એએમસીને વધારાના લાખો રૂપિયા ચૂકવવા પડશે. વર્ષ 2018-19માં એએમસીએ 314696343 હજાર લિટર પાણીની ખરીદી કરી હતી તે બદલ રૂપિયા 9881.46 લાખ ચૂકવ્યાં હતાં.
First published: May 7, 2019
વધુ વાંચો
अगली ख़बर