Home /News /madhya-gujarat /

આનંદો! વાસણા બેરેજમાંથી પાણી છોડાયું, પાંચ તાલુકાના ખેડૂતોને ફાયદો થશે

આનંદો! વાસણા બેરેજમાંથી પાણી છોડાયું, પાંચ તાલુકાના ખેડૂતોને ફાયદો થશે

વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડાતા 5 તાલુકાના 111ગામોને લાભ મળશે

અમદાવાદાના વાસણા બેરેજમાંથી નર્મદાનું પાણી છોડાતા જિલ્લાના પાંચ તાલુકાના 11 ગામોને ફતેવાડી કેનાલ દ્વારા પાણીનો લાભ મળશે, અમદાવાદ જિલ્લામાં ડાંગરના પાકને જીવનદાન મળશે

    દિપીકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદના વાસાણા બેરેજ ખાતેથી પાણી છોડવામાં આવતા જિલ્લાના 5 તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. પાણી છોડવાના નિર્ણયના પગલે ફતેવાડી કેનાલમાં નવા નીર આવશે. 15મી જુલાઇએ સરકારે વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, 129 ફૂટનું લેવલ જાળવતા 7 દિવસ લાગ્યા હતા.

    અગાઉ ખેડૂતોએ પાણી છોડવાની માંગ કરી હતી. આ નિર્ણયના પગલે ખેડૂતોને ફાયદો થશે. હાલમાં વાસણા બેરેજની સપાટી 130 ફૂટની સપાટી છે. આ પાણીનો લાભ સૌથી પહેલાં દસક્રોઈ તાલુકાને મળશે. આ ઉપરાંત સાણંદ, બાવળા, વિરમગામ અને ધોળકા તાલુકાના 111 ગામોને આ પાણીનો લાભ મળશે.

    આ પણ વાંચો : સરદાર સરોવરમાં પાણીની આવક વધી, ડેમની સપાટી 121.70 મીટરે પહોંચી

    વાસણા બેરેજમાંથી છોડવામાં આવેલું 300 ક્યૂસેક જેટલું પાણી ફતેવાડી કેનાલ મારફતે આ ગામડાઓના ખેડૂતોને ફાયદો પહોંચડાશે. સરકારે 15મી જુલાઈએ જાહેરાત કરી હતી કે આ પાણી જેટલા પણ તાલુકા છે તેને પુરૂ પાડવામાં આવે પરંતુ નર્મદા કેનાલમાં આગળથી પાણી આવતું નહોતું. હવે નર્મદા કેનાલમાંથી 458 ક્યૂસેક પાણી છોડાતા હાલ વાસણા બેરેજમાં પાણીની સપાટી 130 ફૂટ થઈ છે.

    આ પણ વાંચો : રાજકોટ : વરસાદી પાણીના ધસમસતા વહેણમાં કાર વોકળામાં તણાઈ

    આ પાણી છોડવામાં આવતા અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. પાણીનો સૌથી વધુ લાભ ડાંગરના પાકને મળશે. પાણીના કારણે ડાંગરના પાકને જીવનદાન મળશે. ઉલ્લેખનીય છે કે ડાંગરનો પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોએ પાણી છોડવાની માંગણી કરી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Sabarmati, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन