કુખ્યાત આરોપી દિનેશ શુક્લાને ATSએ ઝડપ્યો, લીંબડી જેલ તોડી થયો હતો ફરાર


Updated: August 4, 2020, 7:41 PM IST
કુખ્યાત આરોપી દિનેશ શુક્લાને ATSએ ઝડપ્યો, લીંબડી જેલ તોડી થયો હતો ફરાર
કુખ્યાત આરોપી દિનેશ શુક્લા

આરોપી દિનેશ શુક્લને પકડવું પોલીસ માટે ખુબજ જરૂરી હતું કારણ કે તેની સામે જે પણ કેસ છે તે તમામ ગંભીર છે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત atsને ફરી એક મોટી સફળતા હાથ લાગી છે. લીંબડી સબ જેલના સળિયા કાપી જેલમાંથી ફરાર થઈ ગયેલ કુખ્યાત આરોપી દિનેશ શુક્લાની નારોલમાંથી ધરપકડ કરી લીધી છે. આરોપી દિનેશ શુક્લ મુંબઇ થી અમદાવાદ થઈ રાજકોટ જવાનો છે તે માહિતી ના આધારે નારોલ પાસે થી તેની ધરપકડ કરી લીધી છે.

આરોપી દિનેશ શુક્લ jan 2020માં લીંબડી જેલમાંથી ફરાર થઈ ગયેલ અને મુંબઈમાં છુપાઈને રહેતો હતો. દિનેશ શુક્લ સામે આગાઉ 2 હત્યા અને અનેક લૂંટના ગુનાઓ દાખલ થયેલા છે, અને જેમાં હાલ કેસનું ટ્રાયલ ચાલી રહયું હતું અને છેલ્લા ઘણા સમયથી જેલમાં હતો.

આરોપી દિનેશ શુક્લને પકડવું પોલીસ માટે ખુબજ જરૂરી હતું કારણ કે તેની સામે જે પણ કેસ છે તે તમામ ગંભીર છે. પોલીસ નું કેહવું છે કે આરોપી એટલો કુખ્યાત છે કે, વર્ષ 2011 માં તે upથી હથિયાર લઈને અમદાવાદ આવ્યો હતો અને સેટેલાઈટ ના દેવાર્ક મોલ પાસે પોલીસમાં ફરજ બજાવતા એક asiના પુત્ર પોતાના મંગેતર ને લેવા ઉભા હતા ત્યારે ગાડી માટે દિનેશ શુક્લે પોલીસ પુત્રનું અપહરણ કરી સરખેજ માં તેની હત્યા કરી લાશ ને થાન માં ફેંકી દીધેલ.

આ પણ વાંચોસુરત: લો બોલો, OLX પર ચીટિંગ કરનાર ઠગબાજનું થયું અપહરણ, પોલીસે બચાવ્યા બાદ થયા ચોંકવનારા ખૂલાસા

આ સિવાય તેને અનેક ગુનાઓ ને અંજામ આપી ચુક્યો છે. હાલ ats તેની ધરપકડ કરી તેને ફરાર થયેલ બાદ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: August 4, 2020, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading