Home /News /madhya-gujarat /

અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

આરોપી અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ સીસીટીવીમાં કેદ

Ahmedabad news: બંને આરોપીઓએ પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરીને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસએ પીછો કરીને બળજબરીથી હારુનશાને ઝડપી લીધો હતો. અને સાહિલ નાસી ગયો હતો.

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી પોલીસ અને પ્રજા વચ્ચે થતાં ઘર્ષણના બનાવો તો સામાન્ય બની ગયા હતા. પરંતુ હવે પોલીસ પર હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પોલીસ પર હુમલાના 3 બનાવો સામે આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચમાં (crime branch) ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એ પી જેબલિયા અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ગત મોડી રાત્રે ખાનગી વાહન પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ખૂનની કોશિશ સહિત ગુનામાં પકડાઈ ચૂકેલ અને હાલ વેજલપુરના કેટલાક ગુનામાં વોન્ટેડ આરોપી હારુનશા ઉર્ફે હારુન બાવા અને સાહિલ ઉર્ફે મચ્છી અજમેરી નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલર પર જીવરાજ બ્રિજથી શ્યામલ ચાર રસ્તા થઇને શિવરંજની ચાર રસ્તા તરફ આવનાર છે.જેથી પોલીસ વોચ ગોઠવીને આરોપીને પકડવા માટે કામે લાગી હતી. જો કે આરોપીઓ માથાભારે હોવાથી અન્ય સ્ટાફને પણ બોલાવવા માટેની તજવીજ કરી હતી. દરમિયાન બાતમીના આધારે બંને આરોપીઓ ત્યાંથી પસાર થતાં પોલીસે તેઓને અટકાવ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચ તરીકેની ઓળખ આપી હતી.

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

જોકે બંને આરોપીઓએ પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરીને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ વખતે હારુનશાએ બૂમ પડીને સાહિલને તેની પાસે રહેલ છરો આપવા માટે કહ્યું હતું. સાહિલએ છરો આપતા જ હારુનશાએ પોલીસને ધમકી આપી હતી કે અમને પકડવાની કોશિશ કરી તો આ છરાથી જાનથી મારી નાખીશ, તેમ કરવામાં હું જરાય ખચકાઈશ નહિ. તેમ કહીને સાહિલને પણ પોલીસ પર હુમલો કરવા માટે કહ્યું હતું.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

જ્યારે હારુનશાએ પી એસ આઈને છરો મારવાની કોશિશ કરી હતી પરંતુ પી એસ આઈ એ સમય સૂચકતા દાખવતા તેમનો બચાવ થયો હતો. જો કે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલના માથાના ભાગે છરો મારવાની પ્રયાસ કર્યો હતો. પરંતુ હાથ પકડી લેતા પી એસ આઈને હાથના ભાગે મુંઢ ઇજા પહોંચી હતી.

આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

પીએસઆઇએ તેમની સર્વિસ રિવોલ્વર બતાવી ને આરોપીને છરો ફેંકી દેવા માટે કહ્યું હતું, પરંતુ બંને આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસએ પીછો કરીને બળજબરીથી હારુનશાને ઝડપી લીધો હતો. અને સાહિલ નાસી ગયો હતો.જો કે અન્ય પોલીસ સ્ટાફ પણ ત્યાં આવી પહોંચતા પોલીસે આરોપી હારુનશાને પકડી બંને આરોપી ઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: CCTV footage, અમદાવાદ, ક્રાઇમ બ્રાંન્ચ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन