અમદાવાદ: શહેરમાં (Ahmedabad crime) બુટલેગરો બેફામ બન્યા છે. શહેરના નરોડાના મુઠિયા ગામ પાસે બુટલેગરોને પકડવા ગયેલી પોલીસ (Ahmedabad police) પર હુમલો કર્યાનો વીડિયો વાયરલ (Viral video) થયો છે. બુટલેગર અનિલ સોલંકી, સંજય સોલંકી સહિત 15 સામે પોલીસે હત્યાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને નરોડામાં ફરજ બજાવતા પોલીસકર્મીને બીભત્સ શબ્દો બોલીને મારીને રોડ પર દોડાવી દોડાવીને માર્યા હતા.
વોન્ટેડ આરોપીઓને પકડવા જઇ રહી હતી પોલીસ
શહેરના નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાંક વિસ્તાર મુઠીયા ગામમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. જે બાદ ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યાએથી આરોપીઓને શોધવા જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાંકવાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તેણે બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા પણ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઇ આવી ગયા હતા.
આ આરોપીઓ અને તેમના પરિવારે બૂમાબૂમ કરતા કહ્યુ હતુ કે, આ નરોડા પોલીસવાળા આપણને દારૂનો ધંધો કરવા દેતા નથી, અવાર નવાર રેડો કરીને હેરાન પરેશાન કરે છે. જેથી આજે તો આમને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય 10થી 12 લોકોનું ટોળું ભેગું થઈ જઈને પોલીસને દોડાવી દોડવી ને માર માર્યો હતો. આ લોકોએ લોખંડના હથોડા જેવાં હથિયાર વડે પોલીસને માર માર્યો હતો. રસ્તા પર દોડતા સમયે પોલીસકર્મી પડી ગયો હતો. તો પણ તેને માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે પણ તેમને એક્ટિવા પર બેસતા સમયે પણ માર માર્યો હતો.
જોકે, આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે અનિલ સોલંકી, સંજય સોલંકી, જીગ્નેશ સોલંકી, પ્રદીપ સોલંકી અને બળદેવ સોલંકી સહિત 15 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે.નરોડાના મુઠિયા ગામ પાસે બુટલેગરોને પકડવા ગયેલા પોલીસ પર હુમલો કર્યાનો વીડિયો વાયરલ થયો છે. બુટલેગર અનિલ સોલંકી સંજય સોલંકી સહિત 15 સામે પોલીસે હત્યાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથધરી. pic.twitter.com/tWh6woHTdY
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાન પર હુમલો થયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ટોળામાં સામેલ સ્થાનિક લોકોએ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરીને પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ પોલીસ જવાનને માર માર્યો હતો. સ્થાનિક અસામાજિક તત્વોએ ભીડનો લાભ લઈને પોલીસ જવાન સાથે ગેરવતૂર્ણક કરીને તેમને મારવા માટે ટોળાને ઉશ્કેરણીઓ કરી હતી. પોલીસ જવાન નજીકમાં આવેલી એસીપીની ઓફિસમાં ટોળાથી બચવા પહોંચી ગયો હતો. જોકે ટોળાએ ત્યાં પણ તેમના પર હુમલો કર્યો હતો. લોકોના ટોળાએ ટ્રાફિક પોલીસને ઢસડી ઢસડીને માર માર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર