GJ 1 સિવાયની ગાડી લઈને અમદાવાદ આવવું છે? તો આ નિયમો પાળવા પડશે, નહીં તો અટકાવાશે?

GJ 1 સિવાયની ગાડી લઈને અમદાવાદ આવવું છે? તો આ નિયમો પાળવા પડશે, નહીં તો અટકાવાશે?
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા તથા મહેસાણાથી આવતી 4 જેટલી એસટી બસને રોકીને તેમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો

  • Share this:
અમદાવાદ શહેરમાં વધતાં જતાં કેસને લઈને અમદાવાદ મહાનગર પાલિકા અને ટ્રાફિક પોલીસ દ્રારા આજે ઝુંબેશ ઉપાડવામાં આવી. સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી આ ઝુંબેશ અંર્તગત અમદાવાદ આવવા માંગતા મુસાફરોનો કોરોના રિપોર્ટ તપાસવામાં આવ્યો.

ખાસ ઉત્તર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતની તમામ ગાડીઓને ઉભી રાખીને કેટલાં મુસાફરો છે તે તપાસવામાં આવ્યું, જે બાદ તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.



ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા તથા મહેસાણાથી આવતી 4 જેટલી એસટી બસને રોકીને તેમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અમદાવાદા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની તપાસમાં કુલ 3 ટેસ્ટ પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે, જેમાં અડાલજમાં રહેતાં 2.5 વર્ષનો બાળક પણ કોરોનાગ્રસ્ત બન્યો છે, જ્યારે પાલનપુર અને મહેસાણાથી આવતાં અને સાબરમતી વિસ્તારમાં જતાં 2 મુસાફરો પણ પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોશાળાઓ શરૂ કરવા શિક્ષણવિદો સાથે વાતૉલાપ યોજાયો, જાણો - શિક્ષણવિદોએ શું સૂચનો આપ્યા

સ્થળ પર ટ્રાફિક પોલીસનો મેમો
અમદાવાદ શહેરમાં અથવા તો કોઈપણ શહેરમાં જવું હોય તો 7 સીટર(એસયુવી)માં ડ્રાઈવર સાથે 3 તથા 5 સીટર કારમાં ડ્રાઈવર સાથે 2 વ્યક્તિની પરવાનગી આપવામાં આવી છે, છતાં નિયમનો ઉલ્લઘંન કરીને અમદાવાદમાં બહારથી આવતાં મુસાફરો પ્રવેશતાં તેમને અટાકવવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસની ટુકડી સવારથી આશરે 100 જેટલાં લોકોને મેમો આપીને તેમને 500 તથા 1000 રૂપિયાનો દંડ ભરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હજુ આ ઝુંબેશ આગામી 15 દિવસ સુધી ચાલશે.
Published by:kiran mehta
First published:July 16, 2020, 19:08 pm

ટૉપ ન્યૂઝ