મૃતદેહની અદલાબદલી : VS હોસ્પિટલે કહ્યું- કર્મચારીની ભૂલને કારણે આવું થયું

News18 Gujarati
Updated: May 11, 2019, 2:01 PM IST
મૃતદેહની અદલાબદલી : VS હોસ્પિટલે કહ્યું- કર્મચારીની ભૂલને કારણે આવું થયું
મિત્તલ જાદવ, નસરીન બાનુ

હોસ્પિટલમાં મૃતદેહને પરિવારને સોંપવા માટેની એક લાંબી પ્રક્રિયા હોવા છતાં આખી પ્રક્રિયામાં ફક્ત એક કર્મચારી જ કેવી રીતે દોષિત હોઈ શકે તે પણ સવાલ છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, ગુજરાતી : શહેરની વીએસ હોસ્પિટલમાં એક મુસ્લિમ મહિલા અને દલિત યુવતીના મૃતદેહની અલદાબદલી મામલે આખરે હોસ્પિટલે એક કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે. હોસ્પિટલના તંત્રના જણાવ્યા પ્રમાણે એક સર્વન્ટની ભૂલને કારણે આવું થયું હતું. જોકે, હોસ્પિટલમાં મૃતદેહને પરિવારને સોંપવા માટેની એક લાંબી પ્રક્રિયા હોવા છતાં આખી પ્રક્રિયામાં ફક્ત એક કર્મચારી જ કેવી રીતે દોષિત હોઈ શકે તે પણ સવાલ છે. બીજી તરફ હોસ્પિટલનું કહેવું છે કે આ મામલે એક તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે.

આ મામલે વી.એસ. હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ મનીષ પટેલે જણાવ્યું કે, "શુક્રવારે જે કંઈ થયું તે દુઃખદ છે. અમારા એક સર્વન્ટથી મૃતદેહની અદલાબદલી થઈ હતી. આ મામલે તપાસ સમિતિ બનાવવામાં આવી છે. તપાસ કમિટિમાં ડોક્ટર્સ પણ સામેલ છે. મૃતદેહ ઉપર અને કોલ્ડ સ્ટોરેજમાં મૃતકનું ટેગ હોય છે. આ ઉપરાંત જવાબદાર અધિકારીની સહી બાદ જ મૃતદેહ સોંપવામાં આવે છે. આ કેસમાં પણ જવાબદાર અધિકારીની સહી હતી. મૃતદેહ આપતા પહેલા મૃતકના સગાઓની ઓળખ પણ કરવામાં આવતી હોય છે. આ કેસમાં પણ ઓળખ કરવામાં આવી હતી."

આ પણ વાંચો : મિત્તલ-નસરીનબાનુ મૃતદેહની અદલાબદલી: પોલીસ પર ફરિયાદ ન નોંધવાનો આક્ષેપ

જોકે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વી.એસ.ના સુપ્રીન્ટેન્ડેન્ટે એવું જણાવ્યું ન હતું કે કયા અધિકારીની સહી બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના કહેવા પ્રમાણે મૃતક અને તેના સગાઓની ઓળખ કરવામાં આવી હતી તે આવું કેવી રીતે બન્યું તે પણ એક સવાલ છે.

શું છે આખો બનાવ?

બાવળામાં બે દિવસ પહેલા મિત્તલ જાદવ નામની એક યુવતીની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. જે બાદમાં તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ બાદ વી.એ. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન શુક્રવારે કર્ણાટકની એક મુસ્લિમ મહિલાનું પ્રસૂતિ પહેલા જ મોત થઈ ગયું હતું. આ મહિલાનો મૃતદેહ પણ વી.એસ. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. શુક્રવારે હોસ્પિટલના જવાબદાર સ્ટાફે બેદરકારી દાખવતા મિત્તલના પરિવારને મુસ્લિમ મહિલાનો મૃતદેહ સોંપી દીધો હતો. મિત્તલના પરિવારજનોએ બાવળા પહોંચીને તેના અંતિમ સંસ્કાર કરતા મૃતદેહને દફનાવી દીધો હતો. બીજી તરફ મુસ્લિમ મહિલાના પરિવારને કોલ્ડ સ્ટોરેજમાંથી મૃતદેહ ન મળતા હોબાળો મચી ગયો હતો, જે બાદમાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
First published: May 11, 2019, 1:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading