ગુમ થયેલી વૃષ્ટી જસુભાાઈ અને શિવમ પટેલને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા

News18 Gujarati
Updated: October 11, 2019, 10:09 AM IST
ગુમ થયેલી વૃષ્ટી જસુભાાઈ અને શિવમ પટેલને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા
વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલની ફાઇલ તસવીર

અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ઑપરેશન કરાયું

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ (Ahmedabad)ના નવરંગપુરા વિસ્તારમાંથી ગુમ થયેલી વૃષ્ટી જસુભાઈ કોઠારી (Vrushti Kothari) અને શિવમ પટેલ (shivam Patel)ની તપાસમાં જોતરાયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) બંનેને ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે. વૃષ્ટી ગુમ થઈ ત્યારબાદ સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો હતો અને તેને શોધવા માટે ફિલ્મ અભિનેત્રી સોહાઅલી ખાને લોકોને અપીલ કરી હતી.

આ હાઇપ્રોફાઇલ કેસમાં અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘે ક્રાઇમ બ્રાન્ચને જોતરી હતી. આખરે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સપોર્ટથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ઑપરેશન કરી શોધી કાઢ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ બંનેને લઈ અમદાવાદ આવવા રવાના થઈ છે. અગાઉ 8મી જુલાઈએ વૃષ્ટીએ તેની માતાને એક ઈ-મેલ કરી અને કહ્યું હતું કે 'મારી ચિંતા ન કરશો મને નોકરી મળી ગઈ છે.'

'આવું કરવાનો મારો ઇરાદો ન હતો, ચિંતા ન કરશો, મને નોકરી મળી ગઈ છે'

વૃષ્ટીએ ઈ-મેલમાં લખ્યું હતું, 'હેલ્લો મોમ, તમે મારી ખૂબ ચિંતા કરી રહ્યા છો તેનો સૌ પહેલા હું માફી માંગું છું. આવું કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. તમને દુઃખ પહોંચ્યું છે તેની હું માફી માંગું છું.

એવી અમુક વસ્તુ હતી જેની સાથે હું રહી શકું તેમ ન હતી. તમે જ્યારે ગયા હતા ત્યારે મને એક ખૂબ આધ્યાત્મિક અનુભવ થયો હતો, આ વાત મેં તમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અનુભવને કારણે મારે આવું પગલું ભરવું પડ્યું છે. હું તમને ઇ-મેલ કરીને કહેવા માંગું છું કે હું એકદમ બરાબર છું. મને નોકરી મળી ગઈ છે. મારા દરેક પગલે પપ્પાનો મને સાથ છે.

મા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર છે કે મારા ઘર છોડી જવાથી તમને ખૂબ દુઃખ થયું છે. પરંતુ મને ખબર છે કે એક દિવસ તમે આ વાત સમજી શકશો.ઈ-મેલથી કડી મળી?

ક્રાઇમ બ્રાન્ચે વૃષ્ટીના ઈ-મેલના ઇન્ટરનેટ પ્રોટોકૉલ ઍડ્રેસ (આઈ.પી.) એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટી કેમેરા ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading