વૃષ્ટી કેસઃ શિવમના ઘરમાંથી પોલીસને કોઇ નશીલી વસ્તુની તીવ્ર વાસ આવતી હતી

News18 Gujarati
Updated: October 5, 2019, 11:05 AM IST
વૃષ્ટી કેસઃ શિવમના ઘરમાંથી પોલીસને કોઇ નશીલી વસ્તુની તીવ્ર વાસ આવતી હતી
વૃષ્ટી જસુભાઈની ફાઇલ તસવીર

અભિનેત્રી સોહાઅલી ખાનના ટ્વીટ બાદ અમદાવાદ પોલીસે ગુમ વૃષ્ટી અને તેના મિત્ર શિવમ પટેલની તપાસ તો શરૂ કરી પણ ટ્વિટ બાબતે વૃષ્ટીના પિતા કાંઇ જાણતા નથી તેવું તેમણે જણાવ્યું.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ અમદાવાદઃ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી વૃષ્ટી અને તેના મિત્ર શિવમના રહસ્યમય ગુમ થવાના કેસમા નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.. પોલીસે 3 ટીમો બનાવીને બન્નેની શોધખોળ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચની (crime branch) ટીમ પણ તપાસમા જોડાઈ છે. અભિનેત્રી સોહાઅલી ખાનના(actress soha ali khan) ટ્વીટ (tweet)બાદ અમદાવાદ પોલીસે (Ahmedabad police) ગુમ વૃષ્ટી અને તેના મિત્ર શિવમ પટેલની તપાસ તો શરૂ કરી પણ ટ્વિટ બાબતે વૃષ્ટીના પિતા કાંઇ જાણતા નથી તેવું તેમણે જણાવ્યું. જ્યારે શિવમ નવરંગપુરા ખાતેના મકાનમાં એકલો જ રહેતો હતો અને તેના ઘરે પોલીસ પહોંચી ત્યારે કોઇ નશીલી વસ્તુની તીવ્ર વાસ આવતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અમદાવાના વસ્રાપુર વિસ્તારમા રહેતી અને ફેશન ડિઝાઇનરનો (Fashion Designer) અભ્યાસ કરતી 24 વર્ષીય વૃષ્ટી કોઠારી છેલ્લા ચાર દિવસથી રહસ્યમય લાપતા થઈ છે. બોલીવુડની (Bollywood)અભિનેત્રી સોહાઅલી ખાને વૃષ્ટીના ગુમ થવાને લઈને ટ્વીટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અભિનેત્રીના ટ્વીટ બાદ અમદાવાદ પોલીસ જાગી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

29 સપ્ટેમ્બરના રોજ વૃષ્ટી અને તેનો મિત્ર શિવમ પટેલ એક સાથે હતા. વૃષ્ટીના ડ્રાઈવરે તેને શિવમના નવંરગપુરા ખાતે આવેલા વંસત વિહારના નિવાસ સ્થાને છોડ્યા હતા. ત્યાર બાદથી બન્ને ગુમ હતા. શિવમના બંગલાના ઘરઘાટી યશ પટેલનું કહેવું છે કે બંને સાથે ગયા હતા. શિવમે છેલ્લે કહ્યું હતું કે ઘર સાફ રાખજે. તે કોલેજ ભણેલો છે અને આ બંગલામાં એકલો જ રહે છે. તેના માતા પિતા વિદેશ રહે છે.

આ પણ વાંચોઃ-વૃષ્ટીના પિતાની અપીલ : જ્યાં હોય ત્યાંથી આવી જાવ, અમે તમારા માટે જ છીએ

તો બીજીતરફ પોલીસે તપાસ કરી ત્યારે પોલીસ કમિશનરને આ ઘટના ગંભીર લાગી હતી. જેથી તપાસમાં ક્રાઇમબ્રાંચને પણ મદદમાં રહેવા સૂચના અપાઇ. ક્રાઇમબ્રાંચે તપાસ કરી તો જે સ્થળે એટલે કે શિવમના ઘરેથી બંને ભાગ્યા ત્યારબાદ સીસીટીવી ફુટેજ સામે આવ્યા જેમાં બંને એક થેલી લઇને શિવમ કેપ પહેરીને જતો નજરે પડ્યો.

આ પણ વાંચોઃ-વૃષ્ટી જસુભાઈ કેસ : પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં જોડાવા સૂચના આપીવૃષ્ટીના ફ્લેટમાં બે મકાન
હાલ તો બંનેના ઘર પણ હવે બંધ છે. માત્ર ઘરઘાટી જ આ મકાનોમાં રહે છે. વૃષ્ટી બોડકદેવ ખાતે 426 ફ્લેટમાં રહે છે ત્યાં બે મકાન છે. જેમાં આઠમા માળે વૃષ્ટી રહે છે અને દસમા માળે તેના માતા પિતાનું મકાન છે. પણ બંનેના માતા પિતા હાલ વિદેશ છે. જો કે આ ઘટના બનતા બંને પરત આવ્યા છે. ઘરઘાટીઓને પણ બંને મિત્રો ભાગ્યા ત્યારે જ છેલ્લે વાતો થઇ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતી વૃષ્ટી સાથે શિવમ પટેલ નામનો યુવક પણ ગુમ, રહસ્ય ઘેરાયું

ટ્વિટ બાબતે હું કાંઇ નથી જાણતોઃ વૃષ્ટીના પિતા
વૃષ્ટીના પિતા વિરલભાઇનું કહેવું છે કે તેમને આ બાબતે કાંઇ વધુ જાણ નથી પણ તેઓ એક જ અપીલ કરે છે કે બંને જ્યાં હોય ત્યાંથી પાછા આવી જાય. તો તેમણે તે પણ જણાવ્યું કે વૃષ્ટીને થોડા જ દિવસમાં વિઝા આવવાના હતા અને તે આગળ આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા યુરોપ જેવી કોઇ કન્ટ્રીમાં જવાની હતી. વૃષ્ટીના પિતા શિવમને નથી ઓળખતા અને સોહા અલી ખાનના ટ્વીટ બાબતે કહ્યું કે વૃષ્ટી અને તે બંને વચ્ચે કોમન મિત્ર કોણ છે કે શું સંબંધ છે તે વિશે તેઓ નથી જાણતા.

વૃષ્ટીને તો વિદેશ અભ્યાસ માટે જવાનું હતું
વૃષ્ટી અને શિવમના રહસ્યમય ગુમ થવાને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે.. વૃષ્ટીનો પરિવાર પોર્ટુગલ છે અને તે હાલ પરત આવ્યો છે. જયારે શિવમનો પરિવાર અમેરિકા રહે છે.. બન્નેનો પરિવાર વિદેશમા રહેતો હોવાથી પોલીસને કોઈ કડી નથી મળી રહી.. વૃષ્ટી અને શિવમ ના ગુમ થવા પાછળ પ્રેમ પ્રકરણ છે કે કોઈ અન્ય કારણ તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે .

પણ સૂત્રો કહે છે કે વૃષ્ટી તેના પિતાના બીજા લગ્નની પત્નીની પુત્રી હતી.તે અને શિવમ બંને ખોટા રવાડે પણ ચઢી ગયા હતા તેવું પણ પોલીસ માની રહી છે..પોલીસ શિવમના ઘરે પહોંચી ત્યારે તેમને કોઇ અજીબ નશાની વસ્તુની તીવ્ર વાસ પણ મારી રહી હતી. વૃષ્ટીને આગામી થોડા જ સમયમાં વિદેશ આર્કિટેક્ચરના અભ્યાસ માટે પણ જવાનું હતું અને તે પહેલા જ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ છે.
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर