મધ્ય ગુજરાત: જાણો કઈ બેઠક પર કેટલું નોંધાયું મતદાન

News18 Gujarati
Updated: April 24, 2019, 7:59 AM IST
મધ્ય ગુજરાત: જાણો કઈ બેઠક પર કેટલું નોંધાયું મતદાન
મધ્ય ગુજરાતની 8 બેઠકોના મતદાનની ટકાવારી

તો જોઈએ મધ્ય ગુજરાતની આ આઠ બેઠક 2014માં કેટલા ટકા મતદાન નોંધાયું હતું અને 2019માં કેટલા ટકા મતદાન નોંધાયું.

  • Share this:
આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની 116 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. દેશમાં છૂટા છવાયા છમકલાઓને બાદ કરીએ તો, મોટાભાગની બેઠકો પર શાંતીપૂર્ણ રીતે મતદાન યોજાયું છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતની 26 લોકસભા બેઠકના 371 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું છે. તેમાં મધ્ય ગુજરાતની 8 બેઠકો પણ ખુબ મહત્વની માનવામાં આવે છે.

તો આપણે મધ્ય ગુજરાતની બેઠકો પર નજર કરીએ તો, અમદાવાદ પૂરવ, અમદાવાદ પશ્ચિમ, આમંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આખરે મતદારોએ આજે ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરી દીધા છે. તો જોઈએ મધ્ય ગુજરાતની આ આઠ બેઠક 2014માં કેટલા ટકા મતદાન નોંધાયું હતું અને 2019માં કેટલા ટકા મતદાન નોંધાયું.

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પૂર્વની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 59.48 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 61.59 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 2.41 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપ તરફથી હસમુખ પટેલ અને કોંગ્રેસ તરફથી ગીતાબેન પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

અમદાવાદ પશ્ચિમ
અમદાવાદ પશ્ચિમની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 58.54 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 62.93 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 4.39 ટકા વધારે મતદાન નોંધાયું છે. અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી ભાજપ તરફથી કિરીટ સોલંકી અને કોંગ્રેસ તરફથી રાજુ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.આણંદ
આણંદની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 66.23 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 64.89 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 1.34 ટકા વધારે મતદાન નોંધાયું છે. આણંદ બેઠક પરથી ભાજપ તરફથી મિતેષ પટેલ અને કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ખેડા
ખેડાની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 60.32 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 59.86 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 0.46 ટકા વધારે મતદાન નોંધાયું છે. ખેડા બેઠક પરથી ભાજપ તરફથી દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસ તરફથી બિમલ શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.પંચમહાલ
પંચમહાલની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 61.68 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 59.30 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 2.25 ટકા વધારે મતદાન નોંધાયું છે. પંચમહાલ બેઠક પરથી ભાજપ તરફથી રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસ તરફથી વી.કે. ખાંટને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

દાહોદ
દાહોદની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 63.75 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 63.85 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 0.1 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. દાહોદ બેઠક પરથી ભાજપ તરફથી જસવંતસિંહ ભાભોર અને કોંગ્રેસ તરફથી બાબુ કટારાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.વડોદરા
વડોદરાની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 67.44 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 70.94 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 3.5 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. વડોદરા બેઠક પરથી ભાજપ તરફથી રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

છોટાઉદેપુર
છોટાઉદેપુરની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 69.29 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 71.71 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે 2014 કરતા 2019માં 2.42 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. છોટાઉદેપુર બેઠક પરથી ભાજપ તરફથી ગીતાબેન રાઠવા અને કોંગ્રેસ તરફથી રણજીત રાઠવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની 26 બેઠક પર કુલ સરેરાશ 63.57 ટકા મતદાન થયું. સૌથી ઓછું મતદાન અમરેલીમાં 55.73 ટકા જ્યારે સૌથી વધુ વલસાડમાં 74.09 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે મધ્ય ગુજરાતની 8 બેઠક પર કુલ સરેરાશ 64.38 મતદાન નોંધાયું છે.
First published: April 23, 2019
વધુ વાંચો
अगली ख़बर