અમદાવાદ: કુમકુમ મંદિરના સંતોએ કર્યું મતદાન

News18 Gujarati
Updated: April 23, 2019, 4:05 PM IST
અમદાવાદ: કુમકુમ મંદિરના સંતોએ કર્યું મતદાન
કુમકુમ સ્વામીનારાયણ મંદિરના સાધુ, સંતોએ કર્યું મતદાન

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેમ અન્નદાન, વસ્ત્રદાન, રક્તદાન તેનું મહત્વ છે. તેમ મતદાનનું પણ મહત્વ છે

  • Share this:
આજે લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે સ્વામિનારાયણ મંદિરોના સાધુ સંતો પણ મતદાન કરવા માટે ગયા હતા.

આજે વહેલી સવારે શ્રી સ્વામીનારાયણ મંદિર કુમકુમ – મણિનગરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સંતોએ મતદાન કર્યું હતું.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેમ અન્નદાન, વસ્ત્રદાન, રક્તદાન તેનું મહત્વ છે. તેમ મતદાનનું પણ મહત્વ છે, જેવી રીતે રક્તદાન મનુષ્યના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે, એવી જ રીતે મતદાન દેશના ભાવિ સ્વાસ્થ્ય માટે સંકળાયેલું છે. મતદાન એ લોકશાહીનો પાયો છે. મત લોકશાહીની ધોરી નસ છે, જે દેશને ઓક્સીજન પૂરો પાડે છે. આપણે આપણા દેશનું સુકાન કોના હાથમાં સોપવું છે. એ આપણી પ્રબળ ઈચ્છા દર્શવવાનો સુઅવસર એટલે મતદાન.

જો આપણે મતદાન ન કરીએ, તો દેશ ખોટી વ્યક્તિઓના હાથમાં આવી જાય છે. અને તેનું પરિણામ સૌ કોઈ નાગરિકોએ ભોગવવું પડે છે. તેથી અવશ્ય ૧૫ મિનિટનો સમય કાઢીને મતદાન અવશ્ય કરવું જ જોઈએ, કરવું જ જોઈએ.
First published: April 23, 2019, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading