Home /News /madhya-gujarat /

GIT દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું કરવામાં આવ્યું આયોજન, 171 યુનિટ રક્ત થયું એકત્ર

GIT દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું કરવામાં આવ્યું આયોજન, 171 યુનિટ રક્ત થયું એકત્ર

શિબિરમાં 171 યુનિટ રક્તદાન એકત્રિત કરાયું

શિબિરમાં 171 યુનિટ રક્તદાન એકત્રિત કરાયું હતું. શિબિર પાછળનો ઉદ્દેશ્ય રક્તદાનના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો અને તેમના અમૂલ્ય દાનથી અન્ય લોકોને જીવનમાં શ્વાસ લેવામાં મદદ કરવાની લાગણી જગાડવાનો હતો.

    અમદાવાદ:  પ્લેટિનમ ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (GIT) સંસ્થા ખાતે ડાયરેક્ટર શ્રી એચ.એન શાહના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ જીઆઈટીની “કલ્ચરલ કમિટી” દ્વારા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલ તમામ કોવિડ-19 (Covid-19) માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સોમવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં માનનીય ટ્રસ્ટી શ્રી હરેશ રોહેરા ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ મેમ્બર્સએ ભાગ લીધો હતો.

    શિબિરમાં 171 યુનિટ રક્તદાન એકત્રિત કરાયું

    શિબિરમાં 171 યુનિટ રક્તદાન એકત્રિત કરાયું હતું. શિબિર પાછળનો ઉદ્દેશ્ય રક્તદાનના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો અને તેમના અમૂલ્ય દાનથી અન્ય લોકોને જીવનમાં શ્વાસ લેવામાં મદદ કરવાની લાગણી જગાડવાનો હતો. આ શિબિર દ્વારા રક્તદાનના (Blood donation) મહત્વ વિશે વિદ્યાર્થીમાં જાગૃતિ ફેલાવી માહિતગાર કર્યા હતા.

    કોણ રક્તદાન કરી શકે?

    - 18 થી 65 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ લોહી (Blood) આપી શકે છે.

    - વ્યક્તિનું વજન 45 કિલોગ્રામથી વધારે હોવું જોઈએ.

    - દર 3 મહિને લોહી આપી શકાય.

    રક્તદાનથી રક્તદાતાને થતા લાભો...

    રક્તદાન કરવા આવતી વ્યક્તિની તપાસ ડૉક્ટર (Doctor) દ્વારા કરવામાં આવે છે. આપ તંદુરસ્ત હોય તો જ રક્તદાન કરવા દેવામાં આવે છે.

    રક્તદાન પછી આપના રક્તની તાપસ કરીને તે ચેપી રોગોના વિષાણુઓથી (Virus) મુક્ત છે કે કેમ તે તપાસવામાં આવે છે અને વિષાણુ મુક્ત હશે તો તે મુજબની આપને જાણ પણ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: સુરત : ગાર્ડનમાં કોલેજ ફ્રેન્ડ યુવતી સાથે બેઠેલા યુવકને ઉપાડી જઈ ઢોર માર માર્યો

    આમ બ્લડ બેંક (Blood bank) દ્વારા આપની તંદુરસ્તીની ખાતરી 2 વખત કરીને તેની જાણ પણ આપને કરવામાં આવે છે. આ 5 ચેપી રોગો મલેરિયા, હેપેટાઈટિસ બી, હેપેટાઈટિસ સી, સિફિલિસ જેવા જાતીય રોગો કે એચ.આઈ.વી. (HIV) પણ હોઈ શકે છે. આ રોગો અંગે આપને અલગ રીતે તપાસ કરાવવાની થાય તો તેનો ખુબ મોટો ખર્ચ આવે છે. જે રક્તદાન કરતી વખતે આપને વિના મુલ્યે જાણ થઇ શકે છે.

    આ પણ વાંચો: ચૈત્રી અમાસ પર બની રહ્યા છે આ 4 યોગ, કરો કાલસર્પ દોષ મુક્તિના ઉપાય

    દરેક રક્તદાતાને સંસ્થા (Organization) તરફથી રક્તદાન કર્યાનું પ્રમાણપત્ર (Certificate) તથા બ્લડ ડોનર કાર્ડ (Blood donor card) આપવામાં આવે છે. આપના આ અમુલ્ય દાનની કદરરૂપે સંસ્થા આપના રક્તદાન કર્યાના 4 મહિના દરમિયાન, આપના પરિવાર માટે જ્યારે પણ જરૂર હશે ત્યારે આપને રક્ત પુરી પાડવાની ખાતરી આપે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gandhinagar News, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन