કારગિલ યુધ્ધ: હાથ ભાંગ્યો, 15 ગોળી વાગી પણ હિંમત ના હારી, ઘાયલ સિંહની જેમ દુશ્મનો પર તૂટી પડ્યા

Haresh Suthar | Pradesh18
Updated: July 26, 2016, 2:20 PM IST
કારગિલ યુધ્ધ: હાથ ભાંગ્યો, 15 ગોળી વાગી પણ હિંમત ના હારી, ઘાયલ સિંહની જેમ દુશ્મનો પર તૂટી પડ્યા
કારગિલ વિજય દિવસે દેશના પૂર્વ થલસેના પ્રમુખ અને વર્તમાન કેન્દ્રિય મંત્રી જનરલ વી કે સિંહે એક એવી પોસ્ટ લખી છે, જે વાંચીને દેશવાસીઓની છાતી ગજ ગજ ફુલી જાય, લાગણીથી આંખો ભીજાય, ગળે ડૂમો ભરાય અને અંદરથી બોલી જવાય જય હિન્દ.

કારગિલ વિજય દિવસે દેશના પૂર્વ થલસેના પ્રમુખ અને વર્તમાન કેન્દ્રિય મંત્રી જનરલ વી કે સિંહે એક એવી પોસ્ટ લખી છે, જે વાંચીને દેશવાસીઓની છાતી ગજ ગજ ફુલી જાય, લાગણીથી આંખો ભીજાય, ગળે ડૂમો ભરાય અને અંદરથી બોલી જવાય જય હિન્દ.

  • Pradesh18
  • Last Updated: July 26, 2016, 2:20 PM IST
  • Share this:
નવી દિલ્હી #કારગિલ વિજય દિવસે દેશના પૂર્વ થલસેના પ્રમુખ અને વર્તમાન કેન્દ્રિય મંત્રી જનરલ વી કે સિંહે એક એવી પોસ્ટ લખી છે, જે વાંચીને દેશવાસીઓની છાતી ગજ ગજ ફુલી જાય, લાગણીથી આંખો ભીજાય, ગળે ડૂમો ભરાય અને અંદરથી બોલી જવાય જય હિન્દ.

કારગિલ યુધ્ધમાં દેશના સપૂતોએ ભારત માતાની આબરૂ પર નજર બગાડનારા પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. અહીં એક એવા સપૂતની વાત છે. નામ છે ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ. યાદવની વીરતાની કહાની વી કે સિંહ દેશની સામે લાવ્યા છે. યાદવને યુધ્ધમાં 15 ગોળી વાગી હતી, હાથ ભાંગી ગયો હોવા છતાં ટાઇગર હિલ પર વિજય મેળવવા જડબાતોડ બહાદુરી બતાવી હતી. આવા વીર બહાદુર માટે જનરલ વી કે સિંહે શું લખ્યું છે? વાંચીએ...

શ્રી અટલ બિહારી વાજપાયી જ્યાં પડોશી દેશ જઇને દોસ્તીનો હાથ લંબાવતા હતા, તો સામ પક્ષે એક નાપાક ષડયંત્ર ચાલુ રહ્યું હતું. લોકો કહે છે કે પડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા જોઇએ. એવું નથી કે આપણે શાંતિ નથી ઇચ્છતા પરંતુ સારા હોય છે એ ખરાબ લોકો કે જે સારા હોવાનો દેખાવ કરે છે.

કાતિલ ઠંડીમાં એલઓસીથી ભારત અને પાકિસ્તાનની સેનાઓ અત્યંત વિષમ પરિસ્થિતિઓના કારણે પાછળ હટી જાય છે અને ઠંડી ઓછી થતાં તે પોતાના સ્થાને પરત ફરતી હોય છે. 1998ની ઠંડીમાં ભારતીય સેનાના પાછા હટયા બાદ પાકિસ્તાની સેના અને એના સહયોગી આતંકવાદીઓ ભારતીય સીમાની અંદર પર્વતની ચોટીઓ પર આવી ગયા હતા. આ ઉંચાઇઓ પર આવી જવાથી દુશ્મનો જાણે કે અજેય બન્યા હતા. નીચેથી ઉપર બેઠેલા દુશ્મનો પર હુમલો કરતી ભારતીય સેના આસાનીથી ઉપર બેઠેલા દુશ્મનોના નિશાને આવતી હતી. સેના જે ઉંચાઇએ રહી રક્ષા કરતી હતી એ જ ઉંચાઇ આજે એમનો કાળ બની રહી હતી.

ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ ભારતીય સેનાના 18 ગ્રેનિડિયર્સનો હિસ્સો હતા. ઘાતક કમાન્ડો પલટનના સદસ્ય ગ્રેનેડિયર યાદવને ટાઇગર હિલના અંત્યાધિક મહત્વપૂર્ણ ત્રણ દુશ્મન બંકરો પર કબ્જો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સામેથી હુમલો કરવાની યોજના કામ કરતી ન હતી. યોજના એ હતી કે 18000 ફૂટની ઉંચાઇ વાળા ટાઇગર હિલ પર એવી રીતે ચઢાઇ કરવામાં આવે કે દુશ્મન કલ્પના પણ ન કરી શકે. જો ચઢાણ વખતે દુશ્મનની નજર પડી જાય તો મૃત્યુ નિશ્વિત હતું. ઉપર ચઢી રહેલા ભારતીય સૈનિકોને ઉપર રહેલા ઘૂષણખોરો આસાનીથી ભારતીય સૈનિકોને મારી રહ્યા હતા. આ સ્થિતિમાં લડાઇ લડવાની હતી.

તમારા મોંઢેથી પણ અસંભવ શબ્દો નીકળી પડ્યા? આ શબ્દ ભારતીય સૈનિકોના કાન ઉંચા કરી દેતો હતો. પરંતુ આવા શબ્દો સૈનકોના સ્વાભિમાનને પડકાર આપે છે. ગ્રેનેડિયર યાદવે સ્વૈચ્છાએ આગળ વધવાની જવાબદારી સ્વીકારી. જેમાં તેમણે સૌથી પહેલા પહાડ ચઢીને પાછળ આવી રહેલી પોતાની ટુકડીને ચડવા માટે દોરડા લગાવવાના હતા.3જી જુલાઇ 1999ની અંધારી રાતમાં મિશન આરંભ થયું, કુશળતાથી ચડતા કમાન્ડોની ટુકડી લક્ષ્યની નજીક પહોંચી જ હતી કે દુશ્મનોની મશીનગન, RPG અને ગ્રેન્ડથી હુમલો થયો. જેમાં ભારતીય ટુકડીના મોટા ભાગના સૈનિકો શહીદ થયા કે ઘાયલ થયા. ખુદ યાદવને પણ ત્રણ ગોળીઓ વાગી, કમજોર દિલના વ્યક્તિ માટે આ ઘાતક હુમલો ગણાય, ઘાયલ થયા પછી આગળ વધવું કમજોર દિલના વ્યક્તિ માટે શક્ય નથી.

જોકે આ હુમલામાં ઘવાયેલા ગ્રેનેડિયર યાદવ પર એ અસર થઇ કે તે એક ઘાયલ સિંહની જેમ પહાડી પર તૂટી પડ્યા, યાદવે ત્રણ ગોળી વાગ્યા બાદ પણ સીધા ચઢાણનું 60 ફૂટ અંતર તેજીથી કાપ્યું અને ઉપર પહોંચ્યા. પરંતુ સામેથી દુશ્મનોની ગોળીઓ આવી રહી હતી. છતાં એની પરવા કર્યા વિના દુશ્મનો તરફ આગળ વધતા રહ્યા. મોતની પણ પરવા કર્યા વિના તે આગળ વધ્યા અને બંકરમાં ગ્રેનેડ ફેંકી દુશ્મનોને મોતની ચાદરમાં સુવાડી દીધા. પોતાની પાછળ આવી રહેલી ભારતીય ટુકડી પર હુમલો કરી રહેલા બીજા બંકર તરફ આગળ વધ્યા, જાનની પરવા કર્યા વિના એ બંકર તરફ છલાંગ લગાવી કે જ્યાંથી મશીનગન દ્વારા ચાર ઘૂષણખોર આતંકીઓ ભારતીય સૈનિકોને નિશાન બનાવી રહ્યા હતા. ગ્રેનેડિયર યાદવે એકલા હાથે આ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા.

ગ્રેનેડિયર યાદવની ટુકડી એમની પાસે પહોંચી તો એમણે જોયું કે યાદવ પોતાનો એક હાથ ગુમાવી ચુક્યા છે અને અંદાજે 15 જેટલી ગોળીઓ વાગી હતી. ગ્રેનેડિયર યાદવે સાથીઓને ત્રીજા બંકર પર હુમલો કરવા માટે લલકાર્યા અને પોતાની બેલ્ટની પોતાનો હાથ બાંધી સાથીઓ સાથે અંતિમ બંકર પર હુમલો કરી વિજય મેળવ્યો. વિષમ પરિસ્થિતિઓમાં અદમ્ય સાહસ, જુસ્સો અને દ્રઢ સંકલ્પ માટે એમને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા.

સમસ્યા એટલી જ હતી કે ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ આ અવિશ્વસનિય યુધ્ધમાં જીવીત બચી ગયા, એમને મરણોત્તર પુરસ્કારના સમાચાર હોસ્પિટલમાં પથારી પર સારવાર દરમિયાન મળ્યા હતા. વિજય દિવસ પર ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ જેવા મહાવીરોને મારા સલામ જેમણે કારગિલ યુધ્ધમાં ભારતની વિજયનો વિજય સુનિશ્વિત કર્યો.
First published: July 26, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading