અમદાવાદ એરપોર્ટ પર 30મી જાન્યીઆરી સુધી વિઝિટર પાસ નહીં મળે, સુરક્ષામાં વધારો

News18 Gujarati
Updated: January 22, 2020, 12:29 PM IST
અમદાવાદ એરપોર્ટ પર 30મી જાન્યીઆરી સુધી વિઝિટર પાસ નહીં મળે, સુરક્ષામાં વધારો
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કારણોને લીધે 30મી જાન્યુઆરી સુધી પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ કરવામાં આવી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કારણોને લીધે 30મી જાન્યુઆરી સુધી પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કારણોને લીધે 30મી જાન્યુઆરી સુધી પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ કરવામાં આવી છે. આ સાથે પ્રવાસીઓની અવરજવર પર સુરક્ષા જવાનો બાજ નજર રાખશે. પેસેન્જરોને મુકવા કે લેવા એરપોર્ટ આવતા સગા સંબંધીઓ હવે ટર્મિનલ બિલ્ડિંગમાં જઇ નહીં શકે. નોંધનીય છે કે, 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટે અમદાવાદ સહિત તમામ એરપોર્ટ પર સુરક્ષાને કારણે વિઝિટર પાસની સુવિધા બંધ કરી દેવામાં આવે છે.

મહત્વનું છે કે, 20મી તારીખથી અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશન એમ બંને ટર્મિનલ પરથી વિઝિટર એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. હાલમાં બંને ટર્મિનલ પરથી પ્રતિદિન એક હજારથી વધુ વિઝિટર એન્ટ્રી પાસ આપવામાં આવે છે. મુસાફરોને લેવા-મૂકવા આવતા સગાસબંધીઓ માટે એરપોર્ટ ઓથોરિટી એક કલાકનાં ડોમેસ્ટિક પર 85 અને ઇન્ટરનેશનલ પર વિઝિટર દીઠ રૂ. રૂ. 100 લેવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટ પર 30મી જાન્યીઆરી સુધી વિઝિટર પાસ નહીં મળે


આ પણ વાંચો : આગામી 48 કલાકમાં કડકડતી ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહો

મહત્વપૂર્ણ છે કે, 26 જાન્યુઆરીને લઈ ગૃહમંત્રાલય દ્વારા એલર્ટ આપવામાં આવે છે.  દેશ અને રાજ્યનાં જાહેર સ્થળો પર સુરક્ષા સઘન કરી દેવામાં આવે છે. એટલે કે ધાર્મિક સ્થળ, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતનાં સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.અને વિઝિટર પાસ પણ 30 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યા છે.જોકે નેતાઓ કે વિવિઆઈપી લોકોને આવકારવા માટે જનાર લોકોએ મેનેજર ઓફિસ માંથી પરમિશન લેવી પડશે

આ પણ વાંચો : સુરત : લો બોલો ! વર કન્યાનાં વૅલેન્ટાઇન ડેનાં દિવસે લગ્ન થાય તે પહેલા જ વેવાઈ વેવાણ ભાગી ગયાઆ વીડિયો પણ જુઓ : 
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर