મંદિર તોડતા VHPએ એએમસીની બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું

મંદિર તોડતા VHPએ એએમસીની બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું
મેયર વીએચપીના કાર્યકર્તાઓને મળ્યા હતા

વાસણા વિસ્તારમાં આવેલા એક મંદિર એએમસી દ્વારા તોડી પાડતા સ્થાનિક લોકોએ એએમસીની કામગીરીનો વિરોધ કર્યો હતો.

  • Share this:
અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. વાસણા વિસ્તારમાં આવેલા એક મંદિર એએમસી દ્વારા તોડી પાડતા સ્થાનિક લોકોએ એએમસીની કામગીરીનો વિરોધ કર્યો હતો.

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, આ મંદિર કોઈને નડતર રુપ ન હોવા છતાં પણ કેમ તોડી પડાયુ. જે અંગેની જાણ વિએચપીને થઈ હતી અને સમગ્ર હકીકત જાણ્યા બાદ વીએચપીએ એએમસીને ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યુ હતુ. એએમસી ખાતે વિએચપીનાં કાર્યકર્તાઓને મેયરને આવેદન પત્ર આપતા રોકવામાં આવ્યા હતા. જેથી વિએચપીના કાર્યકર્તાઓએ શંખનાદ સાથે મેયર અને કમિશ્નરના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા. જેના કારણે મેયરે આવીને વિએચપીના કાર્યકર્તાઓને મળ્યા હતા અને તપાસ કરવાની ખાત્રી આપી હતી.વીએચપીનો વિરોધ


વિશ્વ હિન્દુ પરિષદનાં અમદાવાદ શહેર મંત્રી શશિકાંત પટેલએ જણાવ્યુ હતુ કે, 'અમે પણ વિકાસમાં માનીયે છીએ પરંતુ શહેરનો વિકાસ મંદિરોના ભોગે ન હોવો જોઈએ. આ મંદિર ક્યાય પણ નડે તેમ ન હોવ છતાંપણ તેને શા માટે તોડી પાડવામાં આવ્યું? તેનો જવાબ મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરએ આપવો પડશે અને તેને ફરીથી બનાવડાવવુ પણ પડશે નહિ તો વિશ્વ હિન્દુ પરિષદ જલદ આંદોલન કરશે. એએમસીને માત્ર મંદિરો જ કેમ દેખાય છે અન્ય પણ ઘણા ઘર્મના સ્મારકો આવેલ છે તેને કેમ તોડી પડાતા નથી ?'

આ પણ વાંચો : પત્ની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત આવશે, પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે

કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા એએમસીનાં દરેક દરવાજા પણ બંધ કરી દેવાયા હતા. આખરે મેયર બિજલ પટેલે વિએચપીનુ આવેદન પત્ર સ્વિકાર્યુ હતુ અને તેમા ચકાસણી કરવાની બાહેધરી આપી હતી.

આ વીડિયો પણ જુઓ :
Published by:News18 Gujarati
First published:February 11, 2020, 08:31 am

ટૉપ ન્યૂઝ