અમદાવાદ : ભારતીય સનાતન ધર્મના સ્વાભિમાન અને ગૌરવના પ્રતિકસમા શ્રી રામમંદિરના ભવ્ય નિર્માણમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવારે 1 કરોડ રૂપિયાનું સમર્પણ કરી પંચામૃતમાં તુલસીપાંદ જેવું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક રામ જન્મભુમિ નિર્માણમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાએ 12.62 લાખ અને અન્ય ટ્રસ્ટીમંડળના વિવિધ સભ્યોએ અંગત રીતે 90 લાખ જેવી માતબાર રકમનું સમર્પણ કર્યું છે.
આજ રોજ 13 માર્ચ 2021ને શનિવારના દિવસે વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ ડૉ. સુરેન્દ્ર જૈનની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવારે 1 કરોડનું સમર્પણ રામ જન્મભૂમિ સમર્પણ નિધિમાં અર્પણ કર્યું છે. અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર પરિષરમાં જગત જનની મા ઉમિયાની સાક્ષીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના ટ્રસ્ટી મંડળની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વિશેષ રૂપે રામજન્મભૂમિ નિર્માણ નિધિમાં સમર્પણ કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે જણાવ્યું હતું કે હું અને સમગ્ર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવાર આજે ધન્યતા અનુભવીએ છીએ કે અમે હિંદુ ધર્મના સ્વાભિમાનના પ્રતિક રામમંદિરના નિર્માણમાં સમર્પણ આપી રહ્યા છીએ. મારા મતે એક કરોડનું સમર્પણએ સનાતન ધર્મના વિશાળ સાગરમાં એક લોટો જળ ઉમેર્યા બરાબર છે. રામમંદિર આવનાર સમયમાં દેશમાં રામરાજ્યની સ્થાપના કરે એ જ અભ્યર્થના.
" isDesktop="true" id="1079517" >
અયોધ્યામા બનનાર રામ જન્મભૂમિ તિર્થ ટ્રસ્ટમાં શરૂઆતથી દાનનો ધોધ વરસ્યો છે. નાના થી માંડી મોટા સો કોઇ પોતાના યથાશક્તિ દાન કરી રહ્યા છે . રામ જન્મ ભુમિ પર રામ મંદિરના નિર્માણ માટે 10 રૂપિયા થી લઇ કરોડો રૂપિયાનું દાન સૌ કોઇએ પોતાની યથાશક્તિ દાન આપ્યું છે . જેમા ગુજરાત રાજ્ય અન્ય રાજ્ય કરતા અવ્વલ રહ્યું છે. ગુજરાત અનેક સંસ્થાઓ સામે ચાલી રામ મંદિર નિર્માણ માટે દાન આપવામા ક્યાંક પાછી પાની કરી નથી.