Home /News /madhya-gujarat /

અમદાવાદ : રાત્રે બર્થ-ડે પાર્ટી માટે એકઠા થયેલા યુવકોને પોલીસ રોડ પર સૂવડાવી ફટકાર્યાં

અમદાવાદ : રાત્રે બર્થ-ડે પાર્ટી માટે એકઠા થયેલા યુવકોને પોલીસ રોડ પર સૂવડાવી ફટકાર્યાં

પોલીસે યુવકોને રોડ પર સૂવડાવીને ફટકાર્યાં.

રાત્રે બહાર નીકળો છો? કહીને બે પોલીસકર્મી 10 યુવકો પર ડંડો લઈને ફરી વળ્યા, તમામને બેરહમીપૂર્વક ફટકાર્યાં.

    અમદાવાદ : હાલ કોરોના (Coronavirus)ને કારણે અનલોક 2.0 ચાલી રહ્યું છે. આ દરમિયાન રાત્રે 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી આખા રાજ્યમાં કર્ફ્યૂ (Night Curfew)નો અમલ કરવાનો હોય છે. આ સમય દરમિયાન હાઇવે પર ચાલતા વાહનો અને ઇમરજન્સી સિવાયના વાહનોને પોલીસ (Police) પકડીને પૂછપરછ કરે છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વહેતો થયો છે. જેમાં બે પોલીસકર્મી 10 યુવકોને રોડ પર ઊંધા સૂવડાવીને ડંડાથી ફટકારી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ બેરહમીપૂર્વક તમામ યુવકોને માર મારી રહ્યા છે. જ્યારે યુવકો મારને પગલે બૂમો પાડી રહ્યા છે. એક ક્ષણે એક પોલીસકર્મી એક યુવકને લાત પણ મારે છે. યુવકો ઊભા થવાનો પ્રયાસ કરે છે તો તેમને ફરીથી માર મારવામાં આવે છે.

    તમામ યુવકો પાર્ટી માટે એકઠા થયા હોવાની વાત

    એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ યુવકો મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટી કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસે તમામને પકડી પાડ્યા હતા. જે બાદમાં પોલીસે તમામ યુવકોને શબક શીખવવાનું નક્કી કર્યું હતું. કર્ફ્યૂ દરમિયાન રાત્રે 10 વાગ્યાથી સવારે ઇમરજન્સી સિવાય બહાર નીકળી શકાતું નથી. આ યુવકોએ કર્ફ્યૂનો ભંગ કર્યો હોવાથી પોલીસે તમામને ફટકાર્યા હતાં.

    આ પણ વાંચો : સુરતમાં કોરોના પોઝિટિવ આરોપીને હૉસ્પિટલમાં હાથકડીથી બાંધી દીધાના વીડિયો વાયરલ

    જાહેરમાં બર્થ-ડેની ઉજવણીની ફેશન

    આજકાલ જાહેર રસ્તાઓ પર જન્મ દિવસની ઉજવણી કરવાની ફેશન ચાલી રહી છે. રાજ્યના વિવિધ શહેરમાં મોડી રાત્રે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો અનેક બનાવો સામે આવતા રહે છે. અનેક કેસમાં પોલીસે આવા કેસમાં લૉકડાઉન ભંગની કે જાહેરનામું ભંગની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં આવા બનાવો સામે આવ્યા છે.

    'રાત્રે બહાર નીકળશો?'

    વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે પોલીસકર્મી જેમાંથી એક વર્ધીમાં જોવા મળે છે અને એક સાદા કપડામાં નજરે પડે તે 10 જેટલા યુવકોને જમીન પર ઊંધા સૂવડાવીને એક પછી એકને ડંડા ફટકારી રહ્યા છે. તમામ યુવકોને રોડ પર ઊંધા સૂવડાવીને બંને છેડેથી પોલીસકર્મી એક પછી એક યુવકને ડંડાથી માર મારી રહ્યા છે. ડંડાનો માર પડતા જ યુવતો દર્દથી બૂમો પાડી રહ્યા છે. આ દરમિયાન અમુક યુવકો પોલીસના મારથી ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ પોલીસકર્મી પાછા તેમના ઊંધા સૂવડાવીને ફટાકારે છે. આ વીડિયો ક્યા શહેરનો છે તેની કોઈ જ પુષ્ટિ થઈ શકે નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, Lockdown, Night Curfew, અમદાવાદ, જન્મદિવસ, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन