અમદાવાદ : બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલી જતા ઠાઠું ધડકાભેર અથડાયું, અકસ્માતનો Viral વીડિયો

અમદાવાદ : બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલી જતા ઠાઠું ધડકાભેર અથડાયું, અકસ્માતનો Viral વીડિયો
અકસ્માતના વીડિયો પરથી મેળવેલી તસવીર

અમદાવાદના ગોતા બ્રિજ નીચે થયેલા અકસ્માતનો વીડિયો એક જાગૃત કાર ચાલકે શૂટ કર્યો, બે મહિલાઓ માંડ માંડ બચી

 • Share this:
  અમદાવાદ : શહેરમાં ફોર વ્હીલર વાહનો સિવાયના વાહનોના પ્રવેશ અને તેના આવનજાવન માટે ચોક્કસ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. જોકે, સરખેજ ગાંધીનગર (SG Highway) હાઇવે પણ શહેરની હદમાં આવી જતો હોવાથી આ નિયમ ત્યાં પણ લાગુ પડતો હોય છે ત્યારે એસજી હાઇવે પર માતેલા સાંઢની જેમ હંકારાતા ડમ્પરો (Dumper) કોઈનો જીવ લઈ લે તેવી ઘટના સામે આવી છે. હકીકતમાં એક અકસ્માતનો (Accident) વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં (Viral Video) એક બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરનું ઠાઠું (Dumper met Accident) ધડાકાભેર ઓવરબ્રીજ સાથે અથડાય છે. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી પરંતુ આ પ્રકારના ડમ્પરો પર રોક આવશ્યક છે.

  આ અકસ્માતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કોઈ જાગૃત કાર ચાલકે કેપ્ચર કરી લીધો હતો જેના કારણે ડમ્પર ચાલકની કરતૂત જોવા મળી હતી. બનાવની વિગત તપાસતા માલુમ થાય છે કે આ આ અકસ્માત અમદાવાદ શહેના હાર્દ સમા સરખેજ ગાંધીનગર (SG Highway Ahmedabad) હાઇવ પર આવેલા ગોતા ઓવરબ્રીજ નીચે બન્યો હતો.  આ પણ વાંચો :  સુરત : જીલાની બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જોખમી સ્ટન્ટનો વીડિયો

  કારમાંથી શૂટ કરવામાં આવેલા વીડિયોમાં એક ડમ્પર જોવા મળે છે. ડમ્પરનું હાઇડ્રોલીક્સ ખુલી જતા તેનું ઠાઠું ઊંચું થઈ ગયું હતું. આ ઠાઠાએ પહેલાં ટેલિફોનના વાયરને અડફેટે લેતા તોડી નાખ્યો હતો. જોકે, સાઇડ મીરર હોવા છતાં પણ આ ઘટનાની જાણ ડમ્પરના ચાલકને થઈ નહોતીં. આખરે જેનો ડર હતો એ જ થયું. ડમ્પરનું ઠાઠું ગોતા ઓવરબ્રિજ નીચે ધડાકાભેર અથડાયું અને ડમ્પર એક બાજુથી હવામાં અદ્ધર થઈ ગયું.  આ પણ વાંચો :  અરવલ્લી : મોડાસા ગ્રામ્ય પોલીસે 1.25 કરોડ રૂપિયાની ચાંદી ઝડપી, બે શખ્સોની અટકાયત

  આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. લોકોની માંગણી છે કે ટ્રાફિક પોલીસ આ પ્રકારના વાહનોનાં દિવસે આવનજાવન પર રોક મૂકે. સરખેજ ગાંધીનગર હાઇવે અમદાવાદનો હાર્દ સમો વિસ્તાર છે. હવે આ હાઇવે શહેરનો જ મધ્ય ભાગ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ભારે વાહનોની પ્રવેશબંધી આ હાઇવે પર અનિવાર્ય બની ગઈ છે.
  Published by:Jay Mishra
  First published:November 01, 2020, 09:49 am

  ટૉપ ન્યૂઝ