80 વર્ષના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો જીમનો Video, શું તમે બાપુ જેવી એક્સરસાઇઝ કરી શકો?

80 વર્ષના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો જીમનો Video, શું તમે બાપુ જેવી એક્સરસાઇઝ કરી શકો?
શંકરસિંહ વાઘેલાનો એક્સરસાઇઝ કરતા વીડિયોમાં બાપુ વેઇટ લિફ્ટીંગ કરતા જોવા મળે છે.

તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપીને પરત આવેલા બાપુને કસરત કરતા જોઈને તમે ચોક્સથી પ્રેરણા લેશો

 • Share this:
  ગાંધીનગર : રાજ્યમાં અનેક રાજનેતાઓ તેમની (Political leaders of gujarat) આગવી વિશિષ્ઠતા માટે જાણીતા હોય છે. તેમાં એક નામ છે, શંકરસિંહ વાઘેલાનું (Shankarsinh vaghela) પૂર્વ મુખ્યમંત્રી અને 80 વર્ષના પીઢ નેતા બાપુ તેમની રાજકીય કળાથી જાણીતા છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે બાપુ એક પાકા જિમનાસ્ટ છે. તેઓ 80 વર્ષની ઉંમરે સવારે અને સાંજે 45 મિનિટનું જોગિંગ કરે છે. તેમજ ઘરમાં જ કસરતાનાં સાધનો રાખીને જીમ પણ કરે છે. તાજેતરમાંજ સોશિયલ મીડિયામાં બાપુના એક્સરસાઇઝ કરતા વીડિયો (Video of shankarsinh vaghela doing gym) ખૂબ વાયરલ થયા છે. આ વીડિયો જોઈને કોઈ પણ વ્યક્તિને સવાલ થશે કે શું કોઈ વ્યક્તિ 80 વર્ષની ઉંમરે કોઈ પહેલવાનને પણ પરસેવા છોડાવે એવી કસરત કરી શકે?

  શંકરસિંહ બાપુના સોશિયલ મીડિયામાં પણ તાજેતરમાં તેમના ફિટનેસ પ્રેમના વીડિયો જોવા મળ્યા હતા. કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણને મ્હાત આપીને પોતાના નિવાસસ્થાન વસંત વગડોમાં પરત ફરેલા બાપુ હવે કમર કસી રહ્યા છે. થોડા સમય પહેલાં 87ની ઉંમર વટાવી ચુકેલા પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પણ કસરત કરતો વીડિયો વાયરલ થયો હતો.  આ પણ વાંચો : સુરત : CRના સ્વાગત માટે યોજાનાર રેલી રદ, પાટીલે કહ્યું, 'વધુ ભીડ એકઠી થતા મેં રેલીનું વિસર્જન કરવાની વિનંતી કરી'

  એચ.ડી. દેવેગોવડા પણ ઉંમરલાયક છે પરંતુ તેમનો કસરત કરતો વીડિયો અને તસવીરો કર્ણાટકાના સમાચાર પત્રોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલાં ખૂબ વાયરલ થયા હતા. આમ શંકરસિંહ વાઘેલાના જીમમાં ડમ્બલ્સ ઉઠાવતા અને વેઇટલિંફ્ટીંગ કરતો વીડિયો હાલમાં ધુમ મચાવી રહ્યો છે.  તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાએ 79 વર્ષ સમાપ્ત કરી અને 80માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જનસંઘ, ભારતીય જનતા પાર્ટી, રાજપા કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં રાજકીય ઇનિંગ રમ્યા બાદ હવે બાપુ કઈ નવી ઇનિંગ રમશે તે તો સમય જ કહેશે પરંતુ આ વીડિયોએ ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે.

  આ પણ વાંચો : CR પાટીલ BJPના પ્રદેશ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરશે? કોનું કપાશે પત્તુ, કોને મળશે ચાન્સ?
  Published by:Jay Mishra
  First published:July 24, 2020, 16:01 pm

  ટૉપ ન્યૂઝ