અહેમદ પટેલ હૉસ્પિટલમાં હલન-ચલન કરતા હતા, અંતિમ દિવસોનો વીડિયો સામે આવ્યો

અહેમદ પટેલ હૉસ્પિટલમાં હલન-ચલન કરતા હતા, અંતિમ દિવસોનો વીડિયો સામે આવ્યો
વીડિયો ગ્રેબ

કૉંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલનું અવસાન, સંભવત: જુઓ વીડિયોમાં હૉસ્પિટલના સ્ટાફ સાથે અહેમદ પટેલને

 • Share this:
  નવી દિલ્હીઃ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ (Ahmed Patel)નું કોરોના સામે લડતાં બુધવાર વહેલી પરોઢે અવસાન થયું છે. તેમના દીકરા ફૈઝલ પટેલ (Faisal Patel)એ ટ્વીટ કરીને નિધનની જાણકારી આપી. થોડા દિવસ પહેલા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમના શરીરના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, અહેમદ પટેલ જે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાંનો એક વીડિયો (Viral Video of ahemad patel) સામે આવ્યો છે. અહેમદ પટેલના અંતિમ દિવસોમાં પણ તેઓ હલચન-ચલન કરતા હતા તેમને કસરત કરાવવામાં આવતી હતી. આ વીડિયોમાં ઓળખી ન  શકાય તેવા અહેમદ ભાઈ નર્સ અને સ્ટાફ સાથે ઑક્સિજનની બોટલના સહાર હલન ચલન કરતા જોવા મળ્યા છે. કદાચ હવે આ વીડિયો જ અહેમદ પટેલનો અંતિમ વીડિયો બની રહેશે.

  સોનિયા ગાંધીએ કહ્યું વફાદાર સહયોગી અને મિત્ર ગુમાવ્યા  અહેમદ પટેલના નિધન પર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું છે કે, મેં એક અરપિવર્તનીય કૉમરેડ, એક વફાદાર સહયોગી એન મિત્રને ગુમાવ્યા છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે, અહેમદ પટેલના રૂપમાં મેં એક સહયોગીને ગુમાવ્યા છે, જેમનું સમગ્ર જીવન કૉંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું. તેમની ઈમાનદારી અને સમર્પણ, પોતાના કર્તવવ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા, તેઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેમનામાં ઉદારતાનો દુર્લભ ગુણ હતો, જે તેમને બીજાથી અલગ કરતા હતા.  આ પણ વાંચો : અહેમદ પટેલનું નિધન: તેમના વતન પીરામણ ગામમાં શોકનો માહોલ, દફનવિધિની તૈયારી શરૂ

  રાજકીય સફરઃ સૌથી યુવા સાંસદ બનીને સૌને ચોંકાવ્યા

  અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી.
   એવામાં તેમનું જીતવું ઈન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી. તેઓ 1993થી રાજ્યસભા સભ્ય હતા. અહેમદ પટેલની રૂચી ક્યારે પણ સામે આવીને રાજનીતિ કરવામાં નથી રહી. તેઓ પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા હતા. તેની પાછળ કૉંગ્રેસની રાજકીય સંસ્કૃતિની સીમાઓ પણ ઘણે અંશે જવાબદાર રહી. રાજકીય રણનીતિના માસ્ટર માઇન્ડ પટેલને મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા હતા. ગુજરાતનો ઉના કાંડ હોય કે આંધ્રમાં રોહિત વેમૂલાની આત્મહત્યાનો મામલો અથવા સાંપ્રદાયિક મામલાઓમાં પટેલે કૉંગ્રેસના વિચારને કેન્દ્રમાં રાખવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી.કૉંગ્રેસને 2004 અને 2009માં અપાવી જીત
  આ પણ વાંચો : ભાવનગર : પતિ-પત્નીએ સજોડે કરી લીધો આપઘાત, ત્રણ સંતાનો થયા નિરાધાર

  અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPAની અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. નિયુક્તિઓ, પ્રમોશનથી લઈને ફાઇલો પર નિર્ણયો સુધી તેમનો સિક્કો ચાલતો હતો.

  આ પણ વાંચો : અહેમદ પટેલ વિશે અન્ય તમામ સમાચારો વાંચવા ક્લિક કરો


  બીજેપી અધ્યક્ષ અમિત શાહ તથા અહેમદ પટેલની વચ્ચે જૂની અદાવત રહી. તે 2010થી વધી જ્યારે સોહરાબદ્દીન નકલી એન્કાઉન્ટ કેસમાં શાહને જેલ જવું પડ્યું. માનવામાં આવે છે કે તત્કાલીન UPA સરકારે અહેમદ પટેલના ઈશારા પર શાહને આ મામલામાં ઘેર્યા હતા. UPAના 10 વર્ષના શાસન દરમિયાન તેઓેએ જ મોદી અને શાહની જોડી પર નિશાન સાધવાની કેન્દ્રીય એજન્સીઓની પ્રત્યેક કાર્યવાહીમાં યોગદાન આપ્યું હતું.
  Published by:Jay Mishra
  First published:November 25, 2020, 14:55 pm

  टॉप स्टोरीज