શું ચાઇનાનો મોબાઈલ ફોન સગાઈ તોડાવી શકે છે? 'હીના'ની બહેનની વાતોએ જગાવી ચર્ચા!

શું ચાઇનાનો મોબાઈલ ફોન સગાઈ તોડાવી શકે છે? 'હીના'ની બહેનની વાતોએ જગાવી ચર્ચા!
વાયરલ ઓડિયોએ જગાવી ચર્ચા.

છેલ્લા ત્રણ દિવસથી હીના અને mi આ બે શબ્દો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ફેસબુક ખોલો અને સ્ક્રોલ કરો એટલે તેમને હીના અને Mi વિશેના મિમ્સ કે પછી જોક્સ જોવા મળશે.

  • Share this:
અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી હીના અને mi આ બે શબ્દો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ફેસબુક ખોલો અને સ્ક્રોલ કરો એટલે તેમને હીના અને Mi વિશેના મિમ્સ કે પછી જોક્સ જોવા મળશે. આ અંગેની બે ઓડિયો ક્લિપ વહેતી થઈ છે. તેમાં બે પક્ષકાર વચ્ચે જે રીતે વાતચીત ચાલી રહી છે તેના પરથી એવું લાગે છે કે છોકરીની સગાઈ નક્કી કરવામાં આવી છે. જે બાદમાં છોકરાએ છોકરીને મોબાઇલ ફોન ભેટમાં આપ્યો હતો. આ ફોન MI કંપનીનો હોવાથી સગાઈ તૂટી ગયાનું ઓડિયો ક્લિપ પરથી લાગી રહ્યું છે. જોકે, આ ચર્ચાએ ક્યાંથી જોર પકડ્યું, તેમજ ઓડિયોમાં કેટલું તથ્ય છે તેની પુષ્ટિ ન્યૂઝ18 ગુજરાતી કરતું નથી. સોશિયલ મીડિયા પર આજકાલ આ બંને ટોપિક ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે.

ઓડિયોની વાત પરથી લાગે છે કે MI ફોન ભેટમાં આપ્યો હોવાથી વાત સગાઈ તોડવા સુધી પહોંચી જાય છે. કહેવાય છે ને કે શોખ બડી ચીજ હૈ. વાતચીત પરથી લાગે છે કે છોકરીની સગાઈ થઈ છે તે પક્ષ એવી અપેક્ષા રાખે છે કે સાસરી એટલે કે દીકરાપક્ષના લોકો MI સિવાય કોઈ બીજી કંપનીનો ફોન ગિફ્ટમાં આપે જેનાથી એવું લાગે કે તેઓ ખૂબ સમુદ્ધ છે. વાતચીત દરમિયાન આડકતરી રીતે આઈફોનનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. વાતચીત દરમિયાન સગાઈ થઈ હોય છે તે યુવતીની બહેને એવું પણ કહે છે કે અમારી છોકરીના શોખ ખૂબ ઊંચા છે. તે આઈફોન વાપરે છે. છોકરાએ MI ફોન ગિફ્ટમાં આપ્યો હોવાથી બધા સાવ સસ્તો ફોન ગિફ્ટમાં આપ્યો તેવી વાતો કરશે.



બીજો જે વીડિયો વાયરલ થયો છે તેના પરથી લાગે છે કે છોકરીની સગાઈ તૂટી ગઈ છે. ફોન પર છોકરાવાળા કહી રહ્યા છે કે અત્યારથી આવી માંગણી કરી રહ્યા છો તો ભવિષ્યમાં અમે તમારી ડિમાન્ડ પૂરી ન કરી શકીએ. છોકરાવાળા એવું પણ કહી રહ્યા છે કે અમારે વારેવારે ઝૂકવું પડે તે ન ચાલે. ભવિષ્યમાં પણ આવું થઈ શકે છે. સાથે જ તેઓ છોકરીને ખૂબ સુખી-સંપન્ન સાસરું મળે તેવા આશીર્વાદ પણ આપે છે!

આ બંને ઓડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મિમ્સ, જોક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. હાલ તો લોકોને આ વાતને લઈને મજા પડી છે પરંતુ આ ટ્રેન્ડ સમાજ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આજકાલ દેખાદેખી વધી ગઈ છે અને લોકો પ્રેમ ભાવના ભૂલીને ભૌતિક સુખ પાછળ પડ્યાં છે.
Published by:Vinod Zankhaliya
First published:January 22, 2021, 11:41 am

ટૉપ ન્યૂઝ