જીતુ વાઘાણી પર અભદ્ર ટિપ્પણી: વિરજી ઠુમ્મરનો માફી માંગવાનો ઇન્કાર

News18 Gujarati
Updated: May 30, 2018, 8:09 AM IST
જીતુ વાઘાણી પર અભદ્ર ટિપ્પણી: વિરજી ઠુમ્મરનો માફી માંગવાનો ઇન્કાર
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગેની અભદ્ર ટિપ્પણીથી ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગેની અભદ્ર ટિપ્પણીથી ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

  • Share this:
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગેની અભદ્ર ટિપ્પણીથી ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. ભાજપ મહિલા મોરચા દ્વારા ઠુમ્મરના પુતળા દહન કર્યા હતા. આ નિવેદન અંગે જીતી વાઘાણીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મરે માફી માંગવાનો સાફ ઇન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં મોટી માલવણમાં પાસ નેતા હાર્દિક પટેલ દ્વારા યોજાયેલા ‘પાટીદાર મહાપંચાયત’ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યો અને પાટીદાર નેતાઓ હજાર રહીને ભાજપને નિશાન બનાવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જીતુ વાઘાણીની માતા અંગે અભદ્ર નિવદન આપ્યું હતું. ઠુમ્મરે વાણી વિલાસ કર્યો હતો. ઠુમ્મરે ભાજપના પ્રદેશ પ્રમુખ અને પાટીદાર એવા જીતુ વાઘાણીને કહ્યું કે, ‘તારી માતા કદાચ પાટીદાર નહીં હોય.’વિરજી ઠુમ્મરે સંબોધન દરમિયાન કહ્યું કે,” પાટીદાર મહાપંચાયત કાર્યક્રમમાં સમાજના ભાજપના ધારાસભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ વાઘાણીએ જે શબ્દો કાઢ્યા છે, તે જોતાં મને લાગે છે વાઘાણી, તારી મા કદાચ પાટીદાર નહીં હોય. નહીંતર આ શબ્દો તારા ન નીકળે”.

ઠુમ્મરના આ નિવેદન બાદ ભાજપમાં રોષ ફેલાયો હતો. સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઠુમ્મરના નિવેદનને વખોડી કાઢી હતી. સીએમ રૂપાણીએ ઠુમ્મરની વાઘાણીના માતા પરની આ ટીપ્પણી વિશે કહ્યું કે,”કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જે રીતે જીતુભાઈ વાઘાણી માટે અભદ્ર ટીપ્પણીઓ કરી છે તેનો હું ખૂબ વિરોધ કરું છું. તેમાં કોંગ્રેસની હલકી માનસિકતા જોવા મળી છે. એમણે માફી માગવી જોઈએ, રાજકરણમાં આ હદની વાત વ્યાજબી નથી. હું વિરજી ઠુમ્મરના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢું છું”

 
First published: May 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading